Proud of Gujarat
FeaturedGujaratINDIA

ગુજરાતની ટીમે ઓલ ઇન્ડિયા સિવિલ સર્વિસ ટુર્નામેન્ટ કબડ્ડીમાં રાષ્ટ્રીય કક્ષાએ બ્રોન્ઝ મેડલ જીત્યો.

Share

ભારત સરકાર કેન્દ્રીય મુલ્કી સેવા અને ક્રિડા સંસ્થાન, નવી દિલ્હીના ઉપક્રમે ન્યુ મલ્ટી પર્પસ હોલ પરેડ ગ્રાઉન્ડની બાજુમાં દેહરાદુન ઉતરાખંડ ખાતે તારીખ 20/02/2023 થી 24/02/2023 દરમિયાન અખિલ ભારતીય કબડ્ડી ટુર્નામેન્ટ સ્પર્ધા 2022 – 23 નું આયોજન કરવામાં આવ્યુ હતું. જેમાં ગુજરાત સચિવાલય ટીમના ખેલાડીઓએ ભાગ લીધો અને ઉત્કૃષ્ઠ પ્રદર્શન કર્યુ હતુ. ગુજરાતની ટીમે અત્યાર સુધીનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરીને ઓલ ઇન્ડિયા સિવિલ સર્વિસ ટુર્નામેન્ટ કબડ્ડીમાં રાષ્ટ્રીય કક્ષાએ ત્રીજો ક્રમાંક મેળવી બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. ગુજરાત કબડ્ડી ટીમના કેપ્ટન તરીકે હિતેશ ટોરીયાના નેતૃત્વ હેઠળ જયદીપ ચૌધરી, દિલીપ ચૌધરી, કેતન પટેલ, જીગ્નેશ પટેલ, ઘનશ્યામ પટેલ, યોગેશ પરીખ, અરવિંદ ચૌધરી, વિકાસ પટેલ, અંકિત જોશી, નાગજીભાઈ મીર, અજય ચારેલ, નિખિલ રૂડાણી, વિનેશ ચૌધરીએ ભાગ લીધો હતો. ટીમના મેનેજર તરીકે સંજય બરંડા શિરીસ સંગાડાએ પ્રતિનિધિત્વ કરી ગુજરાતનું ગૌરવ વધાર્યુ છે. ઓલ ઇન્ડિયા સિવિલ સર્વિસમાં કબડ્ડીમાં ગુજરાતએ પ્રથમ વખત મેડલ પ્રાપ્ત કરીને નવો ઇતિહાસ રચ્યો છે. વિજેતા ટીમને અભિનંદન પાઠવવામાં આવી રહ્યા છે.

ભાઈઓની સાથે બહેનોએ પણ કબડ્ડી ટુર્નામેન્ટમાં ભાગ લીધેલ હતો. જેમાં ટીમના કેપ્ટન જયા ખાંટના નેતૃત્વમાં દર્શના પટેલ, નૂતન માલવિયા, પારુલ નીનમા, સીમા શાહ, મોંઘી ચૌધરી, ઉર્વિશા ઝાલા, વર્ષા સિસોદિયા, જાગૃતિ પટેલ, તેજલ ચૌહાણ, હર્ષા ઠાકોર, વેજલ પટેલ, શ્રદ્ધા બારડે ભાગ લીધો હતો. તેમજ મેનેજર તરીકે ઉમાબેન કાતરીયાએ ભાગ લીધો અને બહેનોએ પણ ખૂબ જ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી ક્વોટર ફાઇનલમાં પ્રવેશ મેળવ્યો હતો. અત્રે ઉલ્લેખનિય છે કે, દહેરાદુન ખાતે કબડ્ડીની નેશનલ ઇવેન્ટમાં ભાગ લેતા પુર્વે ગુજરાતની પુરૂષ અને મહિલા ટીમના ખેલાડીઓ માટે સ્પેશિયલ ટ્રેનીંગ કેમ્પનું આયોજન કરવામાં આવ્યુ હતું. અથાગ મહેનાતના પરીણામે ગુજરાતની પુરૂષ અને મહિલા ટીમના ખેલાડીઓ નેશનલ લેવલ પર પણ ઝળક્યા અને ગુજરાતનું ગૌરવ વધાર્યુ હતુ. આગામી વર્ષે યોજાનાર કબડ્ડીની નેશનલ ઇવેન્ટમાં ગુજરાતની ટીમ વધુ સારૂ પ્રદર્શન કર તે માટે અત્યારથી જ તૈયારીઓ શરૂ કરવામાં આવશે તેમ ખેલાડીઓએ સી.એમ.એમ ભારત સાથેની વાતચીતમાં જણાવ્યુ હતુ.

વંદના નીલકંઠ વાસુકિયા

Advertisement

Share

Related posts

ગોધરાના રેડક્રોસ ખાતે બ્લડ કેમ્પનું આયોજન કરાયુ.

ProudOfGujarat

સંસ્કૃતિ સમાજ સેવા સંસ્થાન ટ્રસ્ટ ભરૂચ દ્વારા આર્ધ્ય શક્તિ માં અંબિકાના પર્વની ઉજવણી જરૂરિયાત દીકરીઓને ચણિયાચોળી અને આભૂષણો આપીને કરાઇ.

ProudOfGujarat

અક્ષયતૃતીયાનાં દિવસે સમગ્ર નર્મદા જિલ્લાનાં લગ્ન પ્રસંગોમાં પોલીસે કડક ચેકીંગ હાથ ધરાયું

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!