Proud of Gujarat
FeaturedGujaratINDIA

માંગરોળ : વાંકલ હાઇસ્કુલ SPC‌ ના વિદ્યાર્થીઓએ કોર્ટ અને પોલીસ સ્ટેશનની મુલાકાત લીધી

Share

માંગરોળ તાલુકાના વાંકલ ગામે આવેલ એન ડી દેસાઈ હાઇસ્કુલના SPC ના વિદ્યાર્થીઓ એ માંગરોળ સિવિલ કોર્ટ અને તાલુકા મથક પોલીસ સ્ટેશનની મુલાકાત લીધી હતી.

વાંકલ એન ડી દેસાઈ હાઈસ્કૂલ સ્ટુડન્ટ પોલીસ કેડેટ્સ દ્વારા ફિલ્ડ વિઝીટનું આયોજન આચાર્ય પારસભાઈ મોદી પ્રાથમિક વિભાગના આચાર્ય ભૂમિબેન વસાવા અને શિક્ષક હરદીપસિંહ ગોહિલ દ્વારા કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓએ માંગરોળ સિવિલ કોર્ટની મુલાકાત લીધી હતી આ દરમિયાન પ્રિન્સિપલ સિનિયર સિવિલ જજ આર.જી બારોટ દ્વારા વિદ્યાર્થીઓને કેસો કેવી રીતે ચાલે છે તેનું લાઈવ હિયરિંગ બતાવ્યું હતું અને ચાલતા કેશો અંગે વિદ્યાર્થીઓને માહિતગાર કર્યા હતા તેમજ વિદ્યાર્થીઓ સાથે પ્રશ્નોત્તરી કરી હતી જ્યારે વિદ્યાર્થીઓએ કોર્ટને લગતા કેટલાક પ્રશ્નો પૂછી માહિતી મેળવી હતી. ત્યારબાદ માંગરોળ તાલુકા મથક પોલીસ સ્ટેશનની મુલાકાત વિદ્યાર્થીઓએ લીધી હતી. ફરજ પરના પોલીસ સબ ઇન્સ્પેક્ટર એચ આર પઢિયાર દ્વારા હથિયારો અંગે જાણકારી આપવામાં આવી હતી સાથે પોલીસની વિવિધ વિભાગની કામગીરી અંગે વિદ્યાર્થીઓને જણાવ્યું હતું.

વિનોદ મૈસૂરિયા : વાંકલ

Advertisement

Share

Related posts

ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના કાંકરિયા ગામે હિન્દુ ધર્મમાંથી ગેરકાયદેસર રીતે મુસ્લિમ ધર્મમાં ધર્માંતરણ કરાવવાનાં ષડયંત્ર થયો પર્દાફાશ…

ProudOfGujarat

ભરૂચ : રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર છેલ્લા 4 દિવસથી ટ્રાફિકજામની સમસ્યા યથાવત.

ProudOfGujarat

ઝગડીયા તાલુકાના મૂલંદગામે વિદેશી દારૂનું વેચાણ કરતા એક ઈસમને ઝડપી પાડયો.એકટીવા પણ જપ્ત કરાય…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!