પ્રાપ્ત થતી માહિતી રાજકોટ ગાંધીનગર ઇરીગેશનના કર્મચારીઓ મીટીંગમાંથી પરત આવી રહ્યા હતાં ત્યારે અકસ્માંત સર્જાયો હતો. સરકારી ચાલુ ગાડીનું ટાયર નિકળી જતા અકસ્માત સર્જાયો હતો જેમાં બે વ્યક્તિઓને ગંભીર ઈજા પહોંચી હતી.
ઈજાગ્રસ્તોને સારવાર અર્થે 108 દ્વારા લીબડી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જેમાં રાજકોટ ઇરીગેશનના રતીલાલ મોહનલાલ રાઠોડ, ડ્રાઈવર જીતેન્દ્રભાઈ મેરાભાઈ અકસ્માતમાં ઈજાગ્રસ્ત બન્યા હતા જેમાં બન્નેની ગંભીર હાલત હોવાથી વધુ સારવાર અર્થે સુરેન્દ્રનગર રીફર કરવામાં આવ્યા હતા. લીબડી હાઈવે અકસ્માતનો ઝોન બન્યો હોય તેમ લાગી રહ્યું છે. ત્યારે રાજકોટના સરકારી કર્મચારીઓ ઈજાગ્રસ્ત બન્યા હતા અને તાત્કાલિક અસરથી સારવાર આપવામાં આવી હતી ત્યારે લીંબડી નેશનલ હાઇવે પર અકસ્માતનો સિલસિલો યથાવત જોવાં મળી રહ્યો છે.
Advertisement
કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર