વડવાઓ કહી ગયા છે વિદ્યાદાન એ મહાદાન છે અને આજે ભરૂચમાં આ ઉક્તિને સાર્થક કરી છે નિકીબેન મહેતાએ. ભરૂચની જે બી મોદી વિદ્યાલયના ટ્રસ્ટી અને ઇનર વ્હીલ ક્લબના પૂર્વ પ્રમુખ નીકીબેન મહેતાએ પોતાના પિતા સ્વ.નરેન્દ્રભાઇ મેસવાણીના વર્ષ 1990 માં લખેલા મેકેનિકલ એન્જિનિયરિંગ મોડ્યુલ્સ સરકારી કે જે પોલિટેકનિક કોલેજમાં દાન કરી ધન્યતા અનુભવી. આવનાર પેઢીના યુવા વિદ્યાર્થીઓ આ મોડ્યુલ્સમાંથી વધુ જ્ઞાન મેળવે એવા શુભ આશયથી તેઓએ પોતાના સ્વર્ગસ્થ પિતાના 19 જેટલા મોડ્યુલ્સ ઇનરવ્હીલ ક્લબના ચિંતલ તોલાટના હસ્તે સરકારી કોલેજને ભેટ સ્વરૂપે અર્પણ કર્યા.
મિકેનિકલ સિસ્ટમ્સની રચના અને ઉત્પાદન કરવા માટે, મિકેનિકલ એન્જિનિયરોએ મિકેનિક્સ, ડાયનેમિક્સ, થર્મોડાયનેમિક્સ, વીજળી અને માળખાકીય વિશ્લેષણને ઊંડાણપૂર્વક સમજવાની જરૂર છે. જેનાથી વિદ્યાર્થીઓ પોતાનું ભાવી ઉજવળ બનાવી શકે જે માટે વિદ્યાર્થીઓએ મેકેનિકલ એન્જિનિયરિંગ માટે કોલેજોમાં અભ્યાસ, પ્રેક્ટીકલ સહિત ભૂતકાળમાં મેકેનિકલ એન્જિનિયરિંગમાં અનુભવ મેળવેલ સ્નાતક લોકોના અનુભવોને સમજી કે પુસ્તકોનું વાંચન કરી મેકેનિકલ એન્જિનિયરિંગના મોડ્યુલ્સની સમજથી વિદ્યાર્થીઓ પ્રેરણા મેળવતા હોય છે.
વિદ્યા દાન ને મહા દાન કહેવાય છે, જેમ પોતાના જ્ઞાનથી અને અનુભવથી કોઈ પણ વિદ્યાર્થીનું સ્વપ્ન સાકાર થાય અને ભાવી ઉજ્જવળ થાય તો તે તેના જેટલું મોટું દાન કોઈ નથી. આ જ ઉદ્દેશ્યને સાર્થક બનાવાના ભાગરૂપે ભરૂચમાં ચાલતી જેબી મોદી વિધાલયના ટ્રસ્ટી નીકીબેન મહેતાએ પુરવાર કરી બતાવ્યું છે. જેમણે પોતાના પિતા સ્વ.નરેન્દ્ર મેસવાણીના વર્ષ 1990 માં લખેલ મિકેનિકલ એન્જનિયરિંગના 19 જેટલા મોડ્યુલ પુસ્તકો ભરૂચમાં આવેલ સરકારી કે.જે પોલીટેનિક કોલેજના વિદ્યાર્થીઓને ભણતરમાં ઉપયોગી નીવડે તે માટે તેઓના પિતાના જ્ઞાન અને અનુભવોના પુસ્તકો ભેટ સ્વરૂપે આપી અને ધન્યતા અનુભવી હતી. તેઓએ આશા વ્યક્ત કરી હતી કે મારા પિતા સ્વ.મહેશ મેસવાણી કે જેમના મોડ્યુલર્સને હ્યુમન રિસોર્સીસ ઓફ ઇન્ડિયા દ્વારા માન્યતા પ્રાપ્ત થઈ હતી તે ઇજનેરી વિધાર્થીઓ માટે ખૂબ જ ઉપયોગી અને કારગત નીવડશે અને એજ મારા પિતાને સાચી શ્રદ્ધાંજલિ હશે.
આ પ્રસંગે સ્વ નરેન્દ્ર મેસવાણીના પુત્રી નિકીબેન મહેતા, હરેશ મહેતા, અક્ષય શેઠ, સંજના શેઠ, ઇનર વ્હીલ ક્લબ ભરૂચના પ્રેસિડેન્ટ ચિંતન તોલાટ, આલાઈડ મેકેનિકલ વિભાગના વડા સી.એચ ભટ્ટ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.