Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઝઘડિયાના રઝલવાડા પ્રાથમિક શાળા ખાતે ભાષામેળાનું આયોજન કરવામાં આવ્યું

Share

ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના રઝલવાડા ગામે પ્રાથમિક શાળામાં ભાષામેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગર, જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન ભરૂચ, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીની કચેરી ભરૂચ તેમજ પ્રાથમિક શાળા રઝલવાડાના સંયુક્ત ઉપક્રમે તા.૨૧ મી ફેબ્રુઆરી ૨૦૨૩ ના રોજ “વિશ્વ માતૃભાષા દિવસ” અંતર્ગત ભાષામેળો-૨૦૨૩ નું આયોજન કરવામાં આવ્યું હતું.

કાર્યક્રમના અધ્યક્ષ તરીકે નાયબ શિક્ષણ નિયામક કે. એન. ઉનડકટ ઉપસ્થિત રહ્યા હતા. ઉપરાંત આયોજિત કાર્યક્રમમાં મુખ્ય વકતા તરીકે ભરૂચ જિલ્લાના સાહિત્યકાર દર્શનાબેન વ્યાસ દ્વારા માતૃભાષા સંબંધે વિસ્તારથી વકતવ્ય આપીને માતૃભાષા વિશે આપણા કર્તવ્યો બાબતે જરુરી માર્ગદર્શન આપ્યું હતું.સમગ્ર કાર્યક્રમનું સંચાલન રઝલવાડા શાળાના શિક્ષક રિતેશકુમાર પરમારે કર્યુ હતું. કાર્યક્રમમાં કન્યાશાળા ભાલોદની બાળાઓ દ્વારા પ્રાર્થનાગીત રજુ કરવામાં આવ્યું હતું. જયારે પ્રાથમિક શાળા રઝલવાડાના વિદ્યાર્થીઓ દ્વારા સ્વાગતગીત, ગરબો તથા ગુજરાતનું ગૌરવ ગીત રજુ કરવામાં આવ્યું હતું. આયોજિત કાર્યક્રમમાં રઝલવાડા શાળાના આચાર્ય અશ્વિનભાઇ વસાવા, ભરૂચ જિલ્લાના સાહિત્યકાર જે.સી.વ્યાસ, કે.કે. રોહિત સહિત અન્ય સાહિત્યકારો ઉપરાંત અન્ય અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

કાર્યક્રમમાં ઉપસ્થિત આમંત્રિતોને આવકારીને પુસ્તકની ભેટ આપવામાં આવી હતી. આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ માટે ગુજરાતી કાવ્યગાન,‍ હિન્દી કાવ્યગાન, સંસ્કૃત કાવ્યગાન, સમૂહગાન, ભાષા ક્વિઝ, કાવ્યલેખન, વક્તૃત્વ જેવી ૭ સ્પર્ધાઓનું પણ આયોજન કરવામાં આવ્યું હતું તેમજ શિક્ષકો માટે છંદોગાન, કાવ્યલેખન અને ગઝલલેખન જેવી સ્પર્ધાઓ યોજવામાં આવી હતી. વિજેતા વિદ્યાર્થીઓ તથા શિક્ષકોને ટ્રોફી, પ્રમાણપત્ર તથા પુસ્તક ભેટ સ્વરૂપે આપવામાં આવ્યા હતા. કાર્યક્રમમાં ઝઘડીયા તાલુકાની ૭૦ જેટલી શાળાના શિક્ષકો અને વિદ્યાર્થીઓ જોડાયા હતા.

Advertisement

ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ


Share

Related posts

દેડીયાપાડા રૂખલ ગામે ક્રિકેટ ગ્રાઉન્ડ ફાળવવા બાબતે આવેદનપત્ર પાઠવાયું.

ProudOfGujarat

ભરૂચ નગરપાલિકા ખાતે ઇ-સ્ટેમ્પની સેવાનો પ્રારંભ.

ProudOfGujarat

આ શું થઇ ગયું ? સાવ આવું તે કાંઈ હોતું હશે ? જાણો વધુ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!