Proud of Gujarat
FeaturedGujaratINDIA

અનાજ કરિયાણા દુકાનની આડમાં ગેસ બોટલ રીફીલિંગ કરતા એક ઈસમને ઝડપી પાડતી એસ.ઓ.જી ભરૂચ

Share

ભરૂચ જિલ્લામાં ગેરકાયદેસર રીતે ગેસ રીફીલિંગ કરતા તત્વો સામે સતત સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા લાલાઆંખ કરવામાં આવી છે, ખાસ કરી અંકલેશ્વર પંથકમાં પોલીસ વિભાગ દ્વારા સતત દરોડા પાડી ગેસ રીફીલિંગ કરતા ઈસમોને જેલના સળીયા ગણતા કરી મુક્યા છે, તેવામાં વધુ એક સ્થળે સફળ દરોડા પાડી એસ.ઓ.જી દ્વારા ગેસ રીફીલિંગ કરતા એક ઈસમને હજારોના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યો છે.

ભરૂચ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપને મળેલ બાતમીના આધારે અંકલેશ્વરના સારંગપુર ગામ ખાતેની ચામુંડા અનાજ કરિયાણાની દુકાનમાં બિનઅધિકૃત ગેસની બોટલમાંથી ગેસ રીફીલિંગ કરતા બક્ષીભાઈ રોશનભાઈ ખત્રી રહે, સારંગપુર નાઓને 11 નંગ ગેસની બોટલ 2 નંગ વજન કાંટા તથા રીફીલિંગ પાઇપ સહિત 22 હજાર ઉપરાંતના મુદ્દામાલ સાથે ઝડપી પાડી તેઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.

Advertisement

Share

Related posts

અંકલેશ્વર : મેઘરાજાને મનાવવા મહિલાઓએ પરંપરા અનુસરી : મેહુલિયો બનાવી ગામમાં ફેરવવામાં આવ્યો.

ProudOfGujarat

અંકલેશ્વર તાલુકાના હજાત ગામે પ્રાથમિક શાળાના બાળકો દ્વારા સ્વચ્છતા હી સેવાની રંગોળીઓ દ્વારા સ્વચ્છતા હી સેવા પ્રકલ્પનું આયોજન કરાયું

ProudOfGujarat

નર્મદા જીલ્લાનાં ગામડાઓમાં કોરોના સંક્ર્મણ વધતા 20 જેટલી આરોગ્ય વિભાગની ટીમો કાર્યરત કરાઇ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!