Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વરની કડકિયા કોલેજ પાસે એસ.ટી બસ અને મોપેડ વચ્ચે અકસ્માત સર્જાતા યુવતીનું મોત

Share

અંકલેશ્વરની કડકિયા કોલેજ પાસે એસ.ટી બસ અને મોપેડ વચ્ચે અકસ્માત સર્જાતાં મોપેડ ચાલક યુવતીનું ઘટનાસ્થળ પર જ કરુણ મોત નીપજ્યું હતું. બનાવની જાણ થતા જ સ્થાનીક પોલીસે યુવતીના મૃતદેહનો કબ્જો મેળવી પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આપ્યો છે.

અંકલેશ્વર હાંસોટ માર્ગ ઉપર આવેલી કડકિયા કોલેજ નજીકથી એક યુવતી પોતાનું મોપેડ ગાડી લઈને પસાર થઈ રહી હતી. આ સમયે તેનો એસટી બસ સાથે અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં રોડ ઉપર પટકાયેલી યુવતીને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતા તેનું ઘટનાસ્થળ પર જ મોત નીપજ્યું હતું. અકસ્માતના પગલે સ્થળ ઉપર લોકટોળા ઉમટી પડતા ટ્રાફીકજામના દ્રશ્યો પણ સર્જાયા હતા. બનાવની જાણ થતાં જ સ્થાનિક પોલીસ મથકનો કાફલો તાત્કાલિક સ્થળ ઉપર દોડી આવ્યો હતો.પોલીસે યુવતીના મૃતદેહનો કબ્જો મેળવીને તેને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલમાં મોકલી આપ્યો હતો.

Advertisement

Share

Related posts

મોરબી-રાજકોટ હાઈવે પર જુગારધામમાં દરોડો-૩૩ જુગારી લાખ્ખો ના મુદ્દામાલ સાથે ઝડપાયા…..

ProudOfGujarat

ગ્રામ પંચાયતની ચૂંટણીનું પરિણામ શું આવશે ?

ProudOfGujarat

ન્યૂઝીલેન્ડનાં પીહા બિચ પર અમદાવાદના ત્રણ મિત્રો પૈકી બે ના દરિયામાં ડૂબી જતાં મોત

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!