સશકત અને સુપોષિત કિશોરી અભિયાન અંતર્ગત હાંસોટ આઈ.સી.ડી.એસ ઘટક દ્વારા કિશોરી મેળાનું કતપોર ગામ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં માન, તાલુકા વિકાસ અધિકારી, તાલુકા આરોગ્ય અધિકારી, સી.ડી.પી.ઓ અને આઈ.સી.ડી.એસનો પૂરો સ્ટાફ, આર.બી.એસ.કે ટીમ, CHC-હાંસોટના કર્મચારી, બેંક મેનેજર-BOB ઈલાવ તથા કતપોર ગામના સરપંચ હાજર રહ્યા હતા. આ કાર્યક્રમમાં ૨૫૦ થી વધુ કિશોરીઓએ ભાગ લીધેલ જેમાં વિવિધ વક્તાઓ તરફથી કિશોરીઓને પોષણ, શિક્ષણ, સ્વરોજગારી, આરોગ્ય, કાનૂની માર્ગદર્શન, સ્વબચાવ તેમજ સરકારની કિશોરીઓ માટેની વિવિધ યોજનાઓ અંગે માર્ગદર્શન આપવામાં આવેલ, તેમજ કિશોરીઓ દ્વારા પણ આઈ.સી.ડી.એસ યોજનામાંથી મળતા લાભો અંગે પોતાના પ્રતિભાવો -આપવામાં આવ્યા હતા. કાર્યક્રમમાં સ્પર્ધામાં વિજેતા કિશોરીઓને પ્રોત્સાહિત કરવા માટે “ પૂર્ણા કપ” આપવામાં આવ્યા હતા, તેમજ પૂર્ણાપ્રતિજ્ઞા પણ લેવામાં આવી હતી.
કાર્યક્રમમાં ટી.એચ.આર.માંથી બનેલી વાનગીઓનું પ્રદર્શન, કિશોરીઓની આરોગ્ય તપાસ, સેનેટરી પેડ વેન્ડિંગ મશીન વગેરેની વ્યવસ્થા પણ રાખવામાં આવેલ હતી. ઉપસ્થિત મહેમાનો, કર્મચારીઓ અને કિશોરીઓની સિગ્નેચર પોઈન્ટ પર સિગ્નેચર પણ કરવામાં આવી હતી, આ કાર્યક્રમનું આઈ.સી.ડી.એસ વિભાગ હાંસોટ દ્વારા આરોગ્ય, એજ્યુકેશન, પંચાયત અને પ્રોજેક્ટ સાહસના સંકલનમાં રહીને આયોજન કરવામાં આવ્યું હતું.
હાંસોટ આઈ.સી.ડી.એસ ઘટક દ્વારા કતપોર ખાતે કિશોરી મેળાનું આયોજન કરાયું.
Advertisement