Proud of Gujarat
FeaturedGujaratINDIA

મોરબી બ્રિજ દુર્ઘટનામાં SIT ના રીપોર્ટમાં થયો ઘટસ્ફોટ.

Share

મોરબી પુલ દુર્ઘટનામાં રાજ્ય સરકારે નીમેલી SIT નો પ્રિલીમનરી રીપોર્ટ સામે આવ્યો છે. આ રીપોર્ટમાં એવું જણાવાયું છે કે, ઓરેવા કંપની અને મોરબી નગરપાલિકા વચ્ચેના કરારને જનરલ બોર્ડની પૂર્વ અનુમતિ જરૂરી હતી જે લેવામાં નહોતી આવી. તે ઉપરાંત આ કરાર બાદ પણ જનરલ બોર્ડમાં આ અંગેની સંમતિ માટેનો મુદ્દો નહોતો મુકાયો.

મોરબીના ઝુલતા પુલનું મોરબી નગરપાલિકાના ચીફ ઓફિસર, પાલિકા પ્રમુખ અને ઉપ-પ્રમુખે કરારના મુદ્દાને યોગ્ય રીતે ધ્યાને લીધો નહોતો. પુલનું સક્ષમ ટેકનીકલ અને એક્સપર્ટને કન્સલ્ટ કર્યા વિના રીપેરીંગ કામ કરાયું હતું. રીપેરીંગનું કામ શરૂ કરતાં પહેલાં મુખ્ય કેબલ અને વર્ટિકલ સસ્પેન્ડરનું પણ ટેસ્ટિંગ નહોતુ કરાયું. તે ઉપરાંત 49 માંથી 22 કેબલ પહેલેથી જ કાટવાળા હતાં. આ વાયરો પુલ તૂટ્યો તે પહેલા જ તૂટી ગયેલા હતા અને બાકીના 27 વાયરો દુર્ઘટનામાં તૂટ્યા હતાં.

Advertisement

નવા સસ્પેન્ડરની સાથે જુના સસ્પેન્ડરને વેલ્ડિંગ કરવામાં આવ્યું હતું. ઓરેવા કંપનીએ અસક્ષમ એજન્સીને કામ આઉટસોર્સ કરી દીધું હતું. SIT ના રિપોર્ટ અનુસાર ઓરેવા કંપની, ચીફ ઓફિસર, નગરપાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખ જ આ કરારમાં સહી કરનારા હતા. તેમણે આ મુદ્દાને બરાબર ધ્યાને લીધો નહોતો. પુલનું રિપેરીંગ કામ શરૂ કરતા પહેલા મુખ્ય કેબલ અને વર્ટિકલ સસ્પેન્ડરનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું ન હતું.

30 ઓક્ટોબર 2022 ના રોજ ગુજરાતના મોરબી શહેરમાં મચ્છુ નદી પરનો ઝુલતો પુલ તૂટી પડ્યો, જેના કારણે 130થી વધુ લોકોનાં મોત થયા હતા. મોરબી બ્રિજ તૂટવાને લઈ આરોપી જયસુખ પટેલે કોર્ટમાં નિવેદન આપ્યું હતું કે, મોરબી બ્રિજ તૂટવાની ઘટનાનો અફસોસ છે.બ્રિજની મરામતનું કામ કરવા કોમર્શિયલ એક્ટિવિટી નો કોઈ ઈરાદો નહોતો. હેરિટેજ બચાવવા માટે કામ હાથમાં લીધું હતું. જયસુખ પટેલને રિમાન્ડ પૂર્ણ થતાં કોર્ટમાં રજૂ કરાયા હતાં. ત્યાર બાદ જેલ હવાલે મોકલવામાં આવ્યા હતાં.


Share

Related posts

ગોધરા : એસ.ટી વિભાગમાં ફરજ બજાવતા ૧૬૦ કર્મીઓ કોરોના સંક્રમિત, 6 નાં મોત.

ProudOfGujarat

સુરત-ઓલપાડના પરા વિસ્તારમાં બે લોકોએ અંગત અદાવતમાં એક વ્યકિત ઉપર કર્યુ પાંચ રાઉન્ડ ફાયરીંગ,,!!

ProudOfGujarat

ઝઘડિયા ની ખાનગી કંપનીમાં ભીષણ આગ ફાટી નીકળતા દોડધામ-ઉનાળા ના પ્રારંભ સાથે જ જિલ્લા માં અગ્નિ તાંડવઃ ની શરૂઆત

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!