ભરૂચ જિલ્લાના નબીપુર ગામે આજરોજ કાનમ મારવાડી વર્કણ સમાજનું એક સ્નેહમિલન સમારંભ યોજાયો હતો જેમાં કાનમ મારવાડી વરકણ સમાજના ભરૂચ જિલ્લાના મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા.
12 – 4 – 36 ગામના કાનમ મારવાડી વરકણ સમાજનું પાંચ વર્ષીય સ્નેહમિલન સમારંભ નબીપુર ગામના હોસ્પિટલ પાછળના ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે યોજાયું હતું જેમાં કોરોના કાળમાં મુત્યુ પામેલા લોકોને શ્રધ્ધાંજલિ પાઠવવામાં આવી હતી ત્યારબાદ સમાજના લોકોને શિક્ષણ અને વિવિધ શેત્રે સમાજના લોકોને આગળ લાવવા માટે ચર્ચા કરવામાં આવી હતી. આ સ્નેહમિલન સમારંભમાં જૂની કારોબારીને બરખાસ્ત કરી નબી કારોબારીની રચના કરવામાં આવી હતી નવી કારોબારીમાં ચૂંટાયેલા પ્રતિનિધિઓને સહુએ અભિનંદન પાઠવ્યા હતા. આ સ્નેહમિલન સમારંભમાં 12 – 4 – 36 ગામના કાનમ મારવાડી વરકણ સમાજના અગ્રણીઓ તેમજ નબીપુર ગામ પંચાયતના સરપંચ ઉપસરપંચ તેમજ સભ્યો પણ જોડાયા હતા.
યાકુબ પટેલ, પાલેજ
ભરૂચ જિલ્લાના નબીપુર ગામે કાનમ મારવાડી વરકણ સમાજનું સ્નેહમિલન સમારંભ યોજાયો.
Advertisement