વસોમાં તસ્કરોએ બંધ મકાનને ટાર્ગેટ બનાવ્યુ હતું, પત્ની હોસ્પિટલમાં પતિની જોડે રોકાઈ અને તસ્કરોએ ઈલાજ માટે ભેગા કરેલા રોકડ રૂપિયા તથા દાગીનાની ચોરી કરી ફરાર થયા છે. આ બનાવ મામલે વસો પોલીસમાં ફરિયાદ નોધાઈ છે.
વસો શહેરમાં ૭-સાઈવિલા સોસાયટીમાં રહેતા અર્ચનાબેન પ્રશાંતભાઈ દવેના બંધ મકાનમાં તસ્કરોએ ૧૫ થી ૧૭ મી ફેબ્રુઆરીના દરમિયાન ચોરીને અંજામ આપ્યો છે. અર્ચનાબેન અને તેમના પતિ પ્રશાંતભાઈ બંને આ મકાનમાં રહે છે. પ્રશાંતભાઈ છેલ્લા ઘણા સમયથી ડાયાબિટીસની બીમારીથી પીડાય છે. અચાનક ડાયાબિટીસ વધી જતા તેઓને નડિયાદની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા છે. તેથી અર્ચનાબેન બે દિવસથી તેઓ હોસ્પીટલમાં પતિ સાથે રહ્યા હતા.૧૭ ફેબ્રુઆરીના રોજ સવારે તેઓ પોતાના ઘરે આવ્યા ત્યારે મકાનના દરવાજાની જાળી તથા ઘરના દરવાજો ખુલ્લો હતો જે જોઈ તેઓ ચોકી ઉઠ્યા હતા તરત ઘરની અંદર આવીને જોયું તો ઘરના પાછળનો દરવાજો તેમજ જાડી અને બેડરૂમનો દરવાજો પણ ખુલ્લો હતો અને ઘરનો તમામ સરસામાન વેરવિખેર હતો. કબાટમાં તપાસ કરતા પતિના ઈલાજ માટે મુકેલા રોકડ રૂપિયા ૬૦ હજાર, તેમજ સોના ચાંદીના દાગીના મળી કુલ રૂપિયા ૧ લાખ ૪૧ હજારની ચોરી થઈ હતી.આ બનાવ સંદર્ભે અર્ચનાબેને વસો પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવતા પોલીસે ઘરફોડ ચોરીનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
નરેશ ગનવાણી : નડિયાદ