નડિયાદ ખાતે આવેલ જય માનવસેવા મંડળ સંચાલિત ‘દિકરાના ઘર’ નામે વૃદ્ધાશ્રમમાં ગુજરાત અને ભારતમાંથી ૭૫થી વધુ વૃદ્ધોની સાર સંભાળ તથા સારવાર કરવામાં આવી રહી છે.
વૃદ્ધોની રોગપ્રતિકારક શક્તિ ઓછી હોય છે તથા ઉંમરના રોગ પણ અસર કરતા હોય છે જેથી તેમનું વખતો વખત મેડિકલ ચેકઅપ કરાવવું જરૂરી છે. જય માનવ સેવા મંડળ દ્વારા આજરોજ જિલ્લા ક્ષય કેન્દ્ર નડિયાદ અને અર્બન હેલ્થ સેન્ટર લેડી પીલરને આમંત્રણ આપી તમામ વૃદ્ધોનું RBSK ટીમ દ્વારા મેડિકલ ચેકઅપ કરવામાં આવ્યું હતું જેમાં ટીબીના શંકાસ્પદ કેમ મળ્યા હતા. જેઓની આગળ તપાસ માટે સ્પુટમ લીધેલ છે. ૪ ડાયાબિટીસના, ૫ બ્લડપ્રેશરના, ૧ ચામડીના ૧ આંખના તથા અન્ય શંકાસ્પદ ૬ દર્દીઓ મળી આવ્યા હતા. આ દર્દીઓને સ્થળ ઉપર સારવાર આપવામાં આવી હતી તથા જરૂર જણાય તેવા દર્દીઓને તજજ્ઞ સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ નડિયાદ ખાતે મોકલવામાં આવ્યા હતા. કાર્યક્રમના અંતે સંસ્થાના સંચાલક દ્વારા તબીબી ટીમનો આભાર માનવામાં આવ્યો હતો અને જિલ્લા ક્ષય અધિકારી ડૉ.દીનેશ બારોટે સંસ્થાની ઉત્તમ કામગીરી અને સ્વચ્છતા બિરદાવી હતી. આ કાર્યક્રમમાં જય માનવસેવા ટ્રસ્ટના પ્રમુખ મનુ મહારાજ તથા ભારતીબેન જોષી, લાયન્સ ક્લબના પ્રમુખ દિલીપભાઈ ભટ્ટ, અસ્મિતા અભિવાદન સમિતિના ગૌતમ બ્રહ્મભટ્ટ તથા કાંતિભાઈ મોજીદ્રા અને ચેતનાબેન પટેલ જેવા સમાજ સેવકો ઉપસ્થિત રહ્યા હતા.
નરેશ ગનવાણી : નડિયાદ