Proud of Gujarat
FeaturedGujaratINDIA

માંગરોળ : વાંકલ ગામે દુકાનમાં ગ્રાહકના ખિસ્સામાંથી રૂપિયા ચોરી કરતો ઈસમ ઝડપાયો.

Share

માંગરોળ તાલુકાના વાંકલ ગામે બજારમાં અનાજ કરીયાણાની દુકાનમાં સામાન ખરીદમાં આવેલા ગ્રાહકના ખિસ્સામાંથી રૂપિયા 1700 ની ચીલ ઝડપ કરવાની ઘટના CCTV કેમેરામાં કેદ થયા બાદ તાત્કાલિક પોલીસે તાત્કાલિક ચોર ઇસમને ઝડપી પાડ્યો હતો. વાંકલ બજારમાં અનાજ કરિયાણાની દુકાન ચલાવતા મયુરભાઈ મોદીની દુકાનમાં બપોરના સમયે રૂપિયા ચિલ ઝડપ કરવાના ઇરાદે ગ્રાહક બનીને આવેલા ત્રણ જેટલા ઈસમો અન્ય એક ગ્રાહકની આજુબાજુ ઉભા રહી ગયા હતા. આ સમયે ગ્રાહક મોહનભાઈ બીજીયાભાઈ વસાવા રહે પાતલ દેવી ગામના ખિસ્સામાંથી પાછળ ઉભેલા એક ઈસમે પ્લાસ્ટિકની થેલીની ઓથ કરી ખિસ્સામાંથી રૂપિયા 1700 કાઢી લીધા હતા તેમજ બાજુમાં ઉભેલા બે ચોરો એ દુકાનદારનું અને બાજુમાં ઉભેલા ગ્રાહકનું ધ્યાન ભટકાવવા ખરીદી કરવાનો દેખાડો કર્યો હતો અને ચોરી કર્યા બાદ ત્રણેય ઈસમો દુકાનમાંથી નીકળી ગયા હતા.

આ સમયે ચોરીનો ભોગ બનેલા મોહનભાઈ એ તરત જ દુકાનના માલિક મયુરભાઈ મોદીને પૈસા ક્યાંક પડી ગયા હોવાનું જણાવ્યું હતું જેથી તેમણે તાત્કાલિક દુકાનના સીસીટીવી કેમેરા ચેક કરતા ખિસ્સામાંથી નાણાંની ચિલ ઝડપ કરતો ઈસમ દેખાયો હતો અને સાથે બે અન્ય મદદગારી કરનારા બે ઇસમો દેખાયા હતા. જેથી તેમણે પોલીસને બનાવની જાણ કરતા ચોરીનો ભોગ બનેલા મોહનભાઈ અને પોલીસે આ ઈસમોની બજારમાં શોધખોળ કરી હતી આ સમયે અતુલભાઇ મોદીની દુકાનમાં ફરી ચોર ઈસમ શર્ટ બદલીને ફરી ચોરીનો અંજામ આપવા માટે આવ્યો હતો અને ઈસમ દુકાનમાં ગ્રાહકો સાથે ઉભો હતો જેને પોલીસે ઝડપી લીધો હતો અને ત્યારબાદ આરોપી વિરુદ્ધ મોહનભાઈએ ફરિયાદ આપી હતી. ચોરી કરનાર ઇસમ પાસેથી નાણાની ચીલ ઝડપ કરવામાં કોઈને ખબર નહીં પડે એ માટે ઓથુ કરવા માટે ઉપયોગમાં લીધેલ પ્લાસ્ટિકની થેલી પણ પોલીસે કબજે લીધી હતી આરોપીની પૂછપરછ કરતા તેણે પોતાનું નામ અભય સોલંકી અને પાલેજ ખાતે રહેતો હોવાનું જણાવ્યું હતું પરંતુ અન્ય ગેંગના સભ્યોના નામ આરોપીએ આપ્યા ન હતા. જેથી પોલીસ વધુ પૂછપરછ કરી રહી છે.

Advertisement

વિનોદ મૈસુરિયા : વાંકલ


Share

Related posts

શિફ્ટ કરાયેલ રાજપીપલાની નવી સિવિલ હોસ્પિટલમાં ડમી દર્દી પ્રકરણનો વિવાદ શું છે ?

ProudOfGujarat

રાષ્ટ્રીયસ્તરીય સ્પર્ધામાં બ્રહ્મર્ષિ સંસ્કૃત મહાવિદ્યાલય નડિયાદનાં ઋષિકુમારો એ ઝળહળતી સિદ્ધિ મેળવી.

ProudOfGujarat

પ્રાન્તવાદ, જાતિવાદને આપો તિલાંજલી, આપણા સૌની એક જ ઓળખ છે ભારતીય

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!