ખેડા જિલ્લાના ઠાસરામાં પોલીસે સરકારી જગ્યામા બાવળોને કાપી ચોરી કરતી ટોળકીને રંગે હાથે પકડી પાડયા છે. વિશ્રામપુરા ગામે નર્મદા કેનાલ પર ગાંડા બાવળોને કાપી ચોરી કરતાં ૮ લોકોને દબોચી લેવામાં આવ્યા છે. લાકડા સાથે બે વાહનોને સ્થળ પરથી કબ્જે કરાયા છે. આ બનાવમા
અન્ય કેટલાક આરોપી ફરાર છે.
વડોદરાના સરદાર સરોવર નર્મદા નિગમ પર્યાવરણ એકમમા વનપાલ તરીકે ફરજ બજાવતા અશોકભાઇ ભલુભાઇ તડવીને બોડેલીથી લસુન્દ્રા હાઇવે સુધી હાલોલ રાઉન્ડનો વિસ્તાર આવે છે. જેમા તેમને આ રાઉન્ડની હદમાં નર્મદા મુખ્ય કેનાલની બન્ને સાઇડમાંના ગટરોવાળી જગ્યા સરદાર સરોવર નિગમ લિમિટેડ માલિકીની છે જે જગ્યામાં તારની ફેન્સીંગ મારવામાં આવેલ છે અને તે જગ્યામાં તમામ પ્રકારના ઉગેલા ઝાડોની સાચવણી કરવાની હોય છે. ગતરોજ રાત્રે આ અશોકભાઈ પર તેમના ચોકીદારે જાણ કરેલ કે આપણા નર્મદા નિગમના માલિકીના હાલોલથી લસુન્દ્રા રાઉન્ડ ઉપર વિશ્રામપુરા ગામની સીમમાં આવેલ નર્મદા કેનાલની જોડે આવેલ આપડી નર્મદા નિગમની જગ્યામાં ઉગાડેલ સાચવણી કરેલ ગાંડા બાવળોના ઝાડો કાપીને ગાડીમાં ભરીને લઇ જતાં કેટલાક ઈસમોને સ્થાનિક પોલીસે ઝડપી પાડયા છે. જાણ થતા તુરંત વનપાલ બનાવ સ્થળે દોડી આવ્યા હતા અને બાવળોની ચોરી કરનાર શૈલેષભાઇ સુબભાઇ પરમાર, વિજયભાઇ પર્વતભાઇ વાઘેલા, રામલાલ રતનિસંહ માનકર, ગંગારામ રીસાપરામ માનકર, વિકાસકુમાર શીવરામ માનકર, રાજેશકુમાર રતનસિંહ માનકર તથા અજયકુમાર બીલભાઇ માનકર તમામ રહે.વિશ્રામપુરા અને મુકેશકુમાર ઉર્ફે ભાણો હમજીયાભાઇ માનકર ૨હે,ખડગોધરાનો સમાવેશ થાય છે.
આ બનાવમાં અન્ય લોકો ફરાર થયા હોવાનું જાણવા મળ્યું છે. વનપાલે તપાસ કરતા સ્થળ પર બે વાહનોમાં ગાંડા બાવળો કાપેલી હાલતમાં હતા. જે આશરે ૯૫ મણ હતાં. આમ આ તમામ ઇસમોએ સરદાર સરોવર નિગમની માલિકીની જગ્યામાં સાચવણી કરેલ ગાંડા બાવળના ઝાડ જડમૂળમાંથી કાપી નાખી ટુકડા કરી તેમજ નિગમને નુકશાન પહોચાડેલ હોય જેથી આ મામલે વનપાલ અશોકભાઇ ભલુભાઇ તડવીએ ઉપરોક્ત ૮ લોકો સામે ઠાસરા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
નરેશ ગનવાણી : નડિયાદ