Proud of Gujarat
FeaturedGujaratINDIA

વડોદરા નજીક દુમાડ હાઇવે પર અકસ્માતમાં ફસાયેલા ટેમ્પો ડ્રાઇવરનું કરાયું રેસ્ક્યુ

Share

વડોદરા નજીક દુમાડ હાઇવે પર ગઈ મોડી રાતે બે વાહન વચ્ચે અકસ્માત થતાં ફસાયેલા ટેમ્પો ડ્રાઇવરનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. દુમાડ ચોકડીથી ગોલ્ડન ચોકડીની વચ્ચે ઇન્ડિયન ઓઇલના પેટ્રોલ પંપ નજીક અમદાવાદ થી સુરત તરફ જતા ટેમ્પો અને અન્ય એક વાહન વચ્ચે ધડાકાભેર અકસ્માત થતાં ટેમ્પો ડ્રાઇવર ફસાયો હતો.

બનાવને પગલે હાઇવે પર બે થી ત્રણ કિમી સુધી ટ્રાફિકજામ થઈ ગયો હતો. જેને કારણે ફાયર બ્રિગેડને સ્થળ પર પહોંચતા ખૂબ અડચણ પડી હતી. ફાયર બ્રિગેડની ટીમે એક કલાકની જેમ જ બાદ ડ્રાઇવર કેબિનના પતરા કાપી ડ્રાઇવર દેવાભાઈને બહાર કાઢી હોસ્પિટલમાં મોકલ્યો હતો. પોલીસે બનાવ અંગે વધુ તપાસ હાથ ધરી છે.

Advertisement

Share

Related posts

પંચમહાલ : અડાદરા સેવાશ્રમ આશ્રમ ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરાયુ.

ProudOfGujarat

નડિયાદ : શ્રીમતી ટી. જે. પટેલ કોમર્સ કોલેજમાં કારકીર્દી માર્ગદર્શન સેમિનાર યોજાયો.

ProudOfGujarat

ભરૂચનાં દહેજ બાયપાસ રોડ પાસેથી વિદેશી દારૂની બોટલો સાથે એક ઇસમને ઝડપી પાડતી એલ.સી.બી પોલીસ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!