Proud of Gujarat
FeaturedGujaratINDIA

નડિયાદ રેલવે સ્ટેશન પર ટ્રેનોના સ્ટોપેજ માટે શહેર કોંગ્રેસ પ્રમુખે કરી રજુઆત

Share

નડીઆદ રેલવે સ્ટેશને રેલવે મંત્રાલય દ્વારા સ્ટોપેજ આપવામાં આવેલ હોવા છતાં ઘણાં લાંબા સમયથી અગમ્ય કારણોસર ત્રણેય ટ્રેઇનોનું નડીઆદ રેલવે સ્ટેશન પરનું સ્ટોપેજ રદ કરવામાં આવેલ છે અને મુસાફર જનતાની સુવિધા છીનવી લેવામાં આવી છે તેથી ત્રણેય ટ્રેઇનો મારફત અમદાવાદ – આણંદ અને વડોદરા બાજુ અપડાઉન કરનારા સેંકડો ડેઇલી પાસ ધારકો તથા હજજારોની સંખ્યામાં યાત્રા કરતી સામાન્ય મુસાફર જનતાને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે તેના નિવારણ માટે ત્રણેય ટ્રેઇનોને રેલવે મંત્રાલય દ્વારા નડીઆદ રેલવે સ્ટેશન પર આપવામાં આવેલ સ્ટોપેજ પુનઃ ચાલુ કરવા સંબધિત રેલ અધિકારીઓ સમક્ષ વખતો – વખત લેખિત અને મૌખિક સંખ્યાબંધ વખત રજૂઆતો કરવામાં આવેલ છે પરંતુ સંબંધિત રેલ અધિકારીઓ દ્વારા ગમે તે કારણોસર આંખ આડા કાન કરવામાં આવતાં હોય તેમ આજદિન સુધી સદરહુ ત્રણેય ટ્રેઇનોને નડીઆદ રેલવે સ્ટેશન પર ઉભી રાખવા સંબંધે કોઇ કાર્યવાહી હાથ ધરવામાં આવેલ હોય તેમ જણાતું નથી. તેથી નડીયાદથી અમદાવાદ – આણંદ – વડોદરા બાજુ અપ – ડાઉન કરનારા સેંકડો ડેઇલી પાસ ધારકો તથા હજારોની સંખ્યામાં યાત્રા કરતાં સામાન્ય મુસાફરોના હિતમાં હકારાત્મક અભિગમ અપનાવી સદરહુ ત્રણેય ટ્રેઇનોનું અગમ્ય કારણોસર નડીઆદ રેલવે સ્ટેશન પરનું સ્ટોપેજ રદ કરવામાં આવેલ છે તે પુનઃ ચાલુ કરવા વિનંતી છે.

૧. 09274 અમદાવાદ – આણંદ મેમુ લોકલ ટ્રેઇન
૨. 12215 દિલ્હી – અમદાવાદ વાયા : નડીઆદ ગરીબ રથ એક્સપ્રેસ
૩. 20935 ગાંધીધામ – ઇન્દોર વાયા : નડીઆદ

Advertisement

ઉપરોક્ત ત્રણેય ટ્રેઇનોને નડીયાદ ખાતે આપવામાં આવેલ સ્ટોપેજ અગમ્ય કારણોસર રદ કરવામાં આવેલ છે તે પુનઃ ચાલુ કરવામાં નહીં આવે તો આગામી દિવસોમાં નડીઆદ શહેર (જિલ્લા) કૉંગ્રેસ સમિતિ દ્વારા ગાંધી ચીંધ્યા માર્ગે નડીઆદ રેલવે સ્ટેશન પર ધરણાં – પ્રદર્શન જેવાં કાર્યક્રમો યોજવામાં આવશે નડિયાદ શહેર (જિ) કોંગ્રેસ સમિતિ પ્રમુખ હાર્દિક ભટ્ટે જણાવ્યું હતું.

નરેશ ગનવાણી : ભરુચ


Share

Related posts

નેત્રંગ તાલુકામાં લોકશાહીના અવસરમાં વધુમાં વધુ લોકો મતદાન કરી સહભાગી બને તે માટે મતદાન જાગૃતિ અભિયાન હાથ ધરાયું.

ProudOfGujarat

વાહન વ્યવહાર નિગમના અધ્યક્ષના આદેશને ઘોળીને પી જતું ભરૂચ એસ.ટી નિગમ

ProudOfGujarat

ઝઘડિયાના દુમાલા વાઘપુરા ગામે આર.ટી.આઇ હેઠળ સમયસર માહિતી ન અપાતા જિલ્લા કલેકટર સમક્ષ રજૂઆત.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!