Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વર નેશનલ હાઇવે 48 ને અડીને આવેલ ભંગારનું ગોડાઉન ભડકે બળ્યું, વાહનોને પણ થઈ આગની અસર

Share

ભરૂચ જિલ્લામાં છેલ્લા બે દિવસથી અલગ અલગ વિસ્તારોમાં અગ્નિ તાંડવ જોવા મળી રહ્યું છે, એક બાદ એક બે દિવસમાં આગ લાગવાની સતત ચારથી પાચ જેટલી ઘટનાઓ સામે આવતા ફાયરના લાશ્કરો લાય બંબા લઈ દોડતા નજરે પડ્યા હતા, આજરોજ બપોરના સમયે અંકલેશ્વર ખાતે પણ ભીષણ આગની ઘટનાએ ભારે દોડધામ મચાવી હતી.

અંકલેશ્વર નેશનલ હાઇવેને અડીને આવેલ અંસાર માર્કેટ પાસેના ભંગારના ગોડાઉનમાં એકાએક અચાનક ભીષણ આગ ફાટી નીકળતા ઉપસ્થિત લોકોમાં નાશભાગના દ્રશ્યો સર્જાયા હતા, જોત જોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા નેશનલ હાઇવે 48 ઉપર થોડા સમય માટે ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો, આગના તાંડવ વચ્ચે ગોડાઉન નજીક રહેલ આઈસર ટેમ્પોને પણ આગની અસર વર્તાઇ હતી, તેમજ ગોડાઉનમાં રહેલ સામાન પણ બળીને ખાખ થઈ ગયો હતો.

ઘટના અંગેની જાણ અંકલેશ્વર નગર સેવા સદનના ડી.પી.એમ.સી ના ફાયર વિભાગમાં કરવામાં આવતા ફાયરના બે થી વધુ લાયબંબા સ્થળ ઉપર પહોંચ્યા હતા અને આગની જવાળાઓ ઉપર પાણી વર્ષાવી આગને ગણતરીના સમયમાં કાબુમાં લીધી હતી, અચાનક હાઇવે વિસ્તારમાં સર્જાયેલ આગના બનાવથી એક સમયે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો, આગ બાદ ધુમાડાના ગોટે ગોટા દૂર દૂર સુધી નજરે પડતા થોડા સમય માટે લોકોના જીવ પણ તાળવે ચોંટ્યા હતા, જોકે આગ ઉપર વહેલી તકે કાબુ મેળવવામાં આવતા સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો હતો.

Advertisement

Share

Related posts

તિજોરી ખાલી – ભરૂચમાં દેવાદાર નગરપાલિકા સામે વિપક્ષનો હલ્લો, નગરમાં સ્ટ્રીટ લાઈટો બંધ થવા મુદ્દે નગરપાલિકાની કરાઈ ઘેરાબંધી

ProudOfGujarat

ભરૂચ ને. હા. નં.48 પરથી ટ્રકમાં લઇ જવાતો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડતી એલ. સી. બી.

ProudOfGujarat

નર્મદા જિલ્લા વિકાસ અધિકારી પી.ડી.પલસાણાએ દેડીયાપાડાની સબ-ડિસ્ટ્રક્ટ હોસ્પિટલ તેમજ સાગબારાના સામૂહિક આરોગ્ય કેન્દ્રની મુલાકાત લીધી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!