Proud of Gujarat
FeaturedGujaratINDIA

નડિયાદ પશ્ચિમમાં આવેલ સ્કુલ આગળ અકસ્માત સર્જાતા બે કિશોરીને ઇજા

Share

નડિયાદ પશ્ચિમમાં રેલવે સ્ટેશન પાછળ આવેલ સ્કૂલના પ્રવેશ દ્વાર આગળ સવારે અકસ્માત સર્જાતા બે કિશોરીઓને ઈજા થઈ હતી. આ બનાવની જાણ થતાં વાલીઓના ટોળેટોળાં સ્થળપર ઉમટી પડ્યા હતા.

નડિયાદ રેલવે સ્ટેશન પાછળ આવેલ એન.ઈ.એસ સ્કૂલ આગળ રિક્ષામાંથી ઉતરી બાળકો શાળામાં જઈ રહ્યા હતા. ત્યારે પુરઝડપે હંકારી આવેલ અજાણ્યા વાહનની અડફેટે આવી જતાં માહી વિરેનગીરી ગોસ્વામી (ઉ.વ.૧૨) રહે. કરોલી તથા સુજાન મજીદખાન પઠાણ (ઉં.વ.૧૩) રહે. મિત્રાલ તા.વસોને ઈજા થઈ હતી. અકસ્માત સર્જી અજાણ્યો વાહન ચાલક ફરાર થઈ ગયો હતો. અકસ્માત સર્જાતા સ્કૂલ વરદના રીક્ષાચાલક બંને બાળાઓને તુરંત જ નજીકમાં આવેલ હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ ગયો હતો. અકસ્માત સર્જાયાની જાણ થતાં વાલીઓના ટોળેટોળા ઘટના સ્થળે દોડી ગયા હતા. નડિયાદ એનઇએસ આગળના રોડ પર સ્કૂલ છુટવા ના સમયે ભારે ભીડ થાય છે. અને વાહનોની સતત અવરજવર રહેતી હોય છે. ત્યારે બેફામ ગતિએ દોડતા વાહનોના કારણે અકસ્માત સર્જાવાની સંભાવના રહેલી છે. ત્યારે બાળકોની સલામતી માટે રોડ પર સ્પીડ બ્રેકર મૂકવા લાગણી વ્યાપી છે.

Advertisement

નરેશ ગનવાણી : નડિયાદ


Share

Related posts

મતદાન મથકો પર 26 હજારથી વધુ એકમોમાંથી 33 બેલેટ યુનિટ રીપ્લેસ કરાયા.

ProudOfGujarat

પંચમહાલ-રતનપુર કાટડી પાસેથી પસાર થતી નર્મદા મુખ્ય કેનાલમાં કેમિકલ નાખતા 2 શખ્સો ટેન્કર સાથે ઝડપાયા….

ProudOfGujarat

યાત્રાધમ પાવાગઢ ખાતે નવચંડી યજ્ઞ યોજાયો..

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!