Proud of Gujarat
FeaturedGujaratINDIA

માંગરોળ : વાંકલ મુખ્ય માર્ગ પર લાયસન્સ વિના બાઈક ચલાવતા 10 વિદ્યાર્થીઓ વિરુદ્ધ પોલીસે દંડનીય કાર્યવાહી કરી

Share

માંગરોળ તાલુકાના વાંકલ ગામે મુખ્ય માર્ગ પર આવેલ એન ડી દેસાઈ હાઈસ્કૂલ પાસે લાયસન્સ વિના બાઈક હંકારતા 10 વિદ્યાર્થીઓ વિરુદ્ધ પોલીસે દંડનીય કાર્યવાહી કરી હતી. વાંકલ મુખ્ય માર્ગ પર હાઇસ્કુલ અને કોલેજો આવેલી છે જેમાં હજારો વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે ઉપરોક્ત માર્ગ ઉપર ગફલત ભરી રીતે કેટલાક યુવાનો બાઈક હંકારતા હોવાની ફરિયાદો ઉઠી હતી જેથી પોલીસ દ્વારા વાંકલ એન ડી દેસાઈ હાઈસ્કૂલ નજીક મુખ્ય માર્ગ પર ટ્રાફિક નિયમોનો ભંગ કરનારા વાહન ચાલકોને ઝડપી લેવા પોલીસે કાર્યવાહી શરૂ કરી હતી ત્યારે 10 જેટલા વિદ્યાર્થી સહિતના વાહન ચાલકોને લાયસન્સ વિના બાઈક ચલાવતા અને અન્ય ટ્રાફિકના નિયમોનો ભંગ કરનારાને પોલીસે ઝડપી લીધા હતા અને તેઓ વિરુદ્ધ દંડનીય કાર્યવાહી કરતા વિના લાયસન્સે વાહન ચલાવતા વાહન ચાલકોમાં ફફડાટ વ્યાપી ગયો હતો.

વિનોદ મૈસુરિયા : વાંકલ

Advertisement

Share

Related posts

ભરૂચ ઘટકના વિવિધ સેજાઓમાં આંગણવાડી કાર્યકરો દ્વારા “શ્રીઅન્ન” વાનગી હરીફાઈ સ્પર્ધા યોજાઈ

ProudOfGujarat

“કેર ઇન્ડિયા” તરફથી પંચમહાલ જીલ્લામાં કોવીડ-૧૯ રસીકરણને વેગ આપવા માટે ઇકોવાન “સંજીવની એક્સપ્રેસ” અને મોટર સાઇકલ “ચિત્તા એકસપ્રેસ બાઈક” શરૂ કરાઈ.

ProudOfGujarat

અખિલ ભારતીય વિચરતી અને વિમુક્ત જનજાતિ સંઘની પોતાની માંગોને લઈ રાજપીપળામાં વિશાળ રેલી,નર્મદા જિલ્લા કલેકટર કચેરીએ હલ્લાબોલ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!