Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ DGVCL નો વીજ ચોરો સામે સપાટો, વીજ ચોરીમાં 50 લાખ ઉપરાંતનો દંડ કરાયો

Share

દક્ષિણ ગુજરાત વીજ કંપનીના ભરૂચ સર્કલમાં વધુ લાઈનલોસ અને વીજચોરીને લઈ DGVCL દ્વારા દરોડાનો દોર શરૂ કરાયો છે. મંગળવારે ભરૂચ અને જંબુસર તાલુકાના ગામોમાં લોકો નિંદ્રાધીન હતા ત્યારે જ વીજ કંપનીની સુરત વિજિલન્સ સહિત સ્થાનિક ટીમોએ વહેલી સવારે 5.30 કલાકે દરવાજે દસ્તક દઈ દરોડાની કામગીરી હાથ ધરી હતી.

વીજ કંપનીની 93 ટીમોએ 70 જેટલા વાહનો, 10 જીયુવીએનએલ પોલીસ અને 103 સ્થાનિક પોલીસના બંદોબસ્ત સાથે વીજ ચોરી ઝડપી પાડવા ચેકીંગ શરૂ કર્યું હતું. જંબુસર ટાઉન, દહેગામ, દેવલા, સિગામ, દયાદરા સહિત આસપાસના ગામોમાં વીજ ચોરી પકડી પાડવા 3600 જેટલા જોડાણો સવારે પોણા 12 વાગ્યા સુધી તપાસવામાં આવ્યા હતા.

Advertisement

ઘરવપરાશના જે પૈકી 119 જોડાણોમાંથી 54 લાખ રૂપિયાની વીજ ચોરી ઝડપી પાડવામાં આવી હતી. વીજચોરીના આરોપી ગ્રાહકો સામે વીજ ચોરી બદલ કેસ કરી દંડનીય કાર્યવાહી હાથ ધરાઈ છે. વીજ કંપનીના મેગા ઓપરેશનમાં સુરત વીજિલન્સના અધિક્ષક ઈજનેર જી.બી. પટેલ અને ભરૂચ સર્કલના સુપ્રીટેન્ડન્ટ એન્જીનીયર જી.એન.પટેલ તેમની ટીમો સાથે જોડાયા હતા.


Share

Related posts

ગોધરા તાલુકાના બખખર ગામે ભાજપા સ્થાપનાદિનની કરાઇ ઉજવણી.

ProudOfGujarat

વડોદરાના માંજલપુરના ભાજપના ધારાસભ્યની પાર્ક કરેલ કારમાં આગ લગાવનાર ઇસમ ઝડપાયો.

ProudOfGujarat

વડોદરા કોર્પોરેશનના અધિકારીઓ અને કર્મચારીઓ માટે યોગ શિબિર યોજાઈ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!