ભારતીય મૂલ્યો, સંસ્કારો અને સંસ્કૃતિ એ આપણી આગવી ઓળખ છે. માતા પિતાનું પૂજન કરવું, તેમની સેવા કરવી, આજ્ઞાનું પાલન કરવું, આદર કરવો એ આપણી સંસ્કૃતિનું અભિન્ન અંગ છે. પશ્ચિમી સંસ્કૃતિને અપનાવવાથી આજની ભારતીય સંસ્કૃતિને આપણે દિવસે ને દિવસે ભૂલી રહ્યા છીએ. આપણા બાળકો આપણી ભારતીય સંસ્કૃતિને સમજે, સંસ્કૃતિનું જતન કરે, સંવર્ધન કરે તે ઉદ્દેશ્યથી 14 ફેબ્રુઆરીના રોજ પી.પી. સવાણી સ્કૂલ, ગાર્ડનસિટી અંકલેશ્વરમાં માતૃ પિતૃ વંદના કાર્યક્રમનો આયોજન કરવામાં આવેલું
જેમાં માતૃ પિતૃને પોતાનો અહોભવ વ્યક્ત કરતા વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ સાંસ્કૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું સાથે સાથે માતા પિતાનું પૂજન કરી પોતાની લાગણી, પ્રેમ અને અહોભાવ વ્યક્ત કરેલો. આ કાર્યક્રમમાં 400 થી વધુ માતાપિતા દાદા દાદીઓએ ઉત્સાહભેર ભાગ લીધેલો હતો.
Advertisement