કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, નવસારી અને કૃષિ યુનિવર્સિટી, દેડિયાપાડાની ૧૫ મી વૈજ્ઞાનિક સલાહકાર સમિતિની બેઠક ડેડીયાપાડા ખાતે યોજાઈ હતી. જેમાં મુખ્ય મહેમાન અને ઉદ્ઘાટક તરીકે ડો ઝેડ પી પટેલ, વાઇસ ચાન્સેલર નવસારી કૃષિ યુનિવર્સીટી, તથા અતિથીઓમાં ડૉ. એન એમ ચૌહાણ, ડાયરેક્ટ ઓફ એક્સટેન્શન એન્જીનીયરિંગ,નવસારી કૃષિ યુનિવર્સીટી. તેમજ ડૉ. ટી આર અહલવાટ ડાયરેક્ટર ઓફ રિસર્ચ એન્ડ ડીન પીજી સ્ટુડન્ટ્સ નવસારી કૃષિ યુનિવર્સીટી તથા ડૉ વિકાસ નાયક તથા ઇનરેકા સંસ્થાન ડેડીયાપાડાના વડા ડૉ. વિનોદ કૌશીક, વિજ્ઞાન લેખક દીપક જગતાપ, શ્રેષ્ઠ ગૌ પશુ પાલક રાજેશ વસાવા, જિલ્લા ખેતીવાડી અધિકારી વિનોદ પટેલ, નાયબ પશુપાલન નિયામક સાહિતકૃષિ નિષ્ણાતો, કૃષિ વિજ્ઞાનીઓવગેરે ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે ડૉ. પ્રમોદકુમાર વર્મા, વરિષ્ઠ વૈજ્ઞાનિક અને વડા,કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, ડેડીયાપાડાએ સૌનું પુષ્પગુચ્છ બુકેથી સ્વાગત કર્યું હતું.
આ પ્રસંગે નવસારી કૃષિ યુનિવર્સીટીના વાઇસ ચાન્સેલર ડો ઝેડ પી પટેલે પશુપાલન ક્ષેત્રને વધુ વેગ મળે તે માટે ઓટોમેટિક કાવ ડ્રિન્કર, રબર કાવ મેટ અને ચાટણ ઈંટ ખનીજ મિશ્રણઅંગેના આદર્શ પશુ પાલન ટેક્નોલોજી પાર્ક પ્રોજેકટનું ઉદ્ઘાટન કર્યું હતું અને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ બજેટમાં જે રીતે હલકા ધાન્ય પાકોને ભોજનમાં મહત્વ આપ્યું છે અને ભારત સરકારે 2023ના વર્ષને આંતરરાષ્ટ્રીય પોષ્ટિક અનાજ વર્ષ(મિલેટસવર્ષ (
જાહેર કર્યું છે તે અંગેના કેવીકે ડેડીયાપાડા દ્વારા તૈયાર કરાતા પાકો જેવા કે નાગલી, રાગી, સામો, મોરિયું, કોદરી, કાંગ, ચિણો ધાન્ય પ્રદર્શન મિલેટ કોર્નરનું પણ રીબીન છોડીને ઉદ્ઘાટન કર્યું હતું અને નિરીક્ષણ કર્યું હતું
ત્યારબાદ પોષણયુક્ત અનાજ દ્વારા પોષણના મહત્વ અંગે પોતાના અનુભવો પ્રતિજ્ઞા પત્ર પર સંદેશો પણ લખ્યો હતો. ત્યારબાદ કૃષિ ક્ષેત્રના વિવિધ નિષ્ણાંતો, વૈજ્ઞાનિકો દ્વારા કૃષિ ક્ષેત્રે નવા પ્રયોગો સંશોધનો અંગે ચર્ચા કરાઈ હતી. જેમાં વાઇસ ચેન્સેલરે જણાવ્યું હતું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ અને ભારત સરકારે 2023 ના વર્ષને પૌષ્ટિક અનાજ વર્ષ (મિલેટ વર્ષ )જાહેર કર્યું છે. ત્યારે નર્મદા સહીત નવસારી કૃષિ યુનિવર્સીટીની તમામ કૃષિ વિજ્ઞાન કેન્દ્રમાં સ્વાસ્થ્ય માટે જાડા હલકા પૌષ્ટિક ધાન્ય પાકો વધુને વધુ ખેડૂતો ઉગાડે એ માટે પ્રયાસ કરવા સૂચન કરી કેવીકે ના વડા પ્રમોદકુમાર વર્માને તેમની સુંદર કામગીરી માટે અભિનંદન પાઠવ્યા હતા. વધુમાં નવસારી કૃષિ યુનિવર્સીટીના વાઇસ ચાન્સેલર પટેલે કૃષિ ક્ષેત્રે નવી કલમો નવી જાતોનો ફેલાવો વધુ થાય, વર્મી કંપોઝ ખાતરનો વધુ ઉપયોગ કરી ખેડૂતો સજીવ ખેતી તરફ વળે તેવા સૂચનો કર્યા હતા. ભારત કૃષિ પ્રધાન દેશ છે ત્યારે આવા હલકા જાડા ધાન્યથી સમાજ વધુ તંદુરસ્ત બને એ માટેની જવાબદારી આપણા ખેતી વિભાગની છે એમ જણાવી તેમણે 2023 ના મિલેટ વર્ષમાં આવા ધાન્ય અંગેનો કૃષિ મેળો યોજવાનું પણ નક્કી કર્યું હોવાનું જણાવ્યું હતું. કૃષિ વિજ્ઞાન કેન્દ્ર દ્વારા ખેડુતો સહીત આમ લોકોમાં પણ જાગૃકતા આવે તેવા પ્રયાસ કરવા પર ભાર મુક્યો હતો.
આ પ્રસંગે બેઠકમાં જાણીતી વિજ્ઞાન લેખક દીપક જગતાપે કેવીકે ડેડીયાપાડાના માર્ગદર્શન હેઠળ પોતાના ટેરેસ ગાર્ડન પર ઓર્ગેનિક શાકભાજી ઉગાડી તથા સ્ટ્રોબેરીનું સફળ વાવેતર કર્યા અંગેની માહિતી આપી હતી અને અન્ય લોકો પણ પોતાના ઘરે ટેરેસ ગાર્ડન પર તાજી પોષક તત્વો સભર શાકભાજી જાતે ઉગાડી શકે તે માટેનોઆમ જનતા માટે જાહેર સેમિનાર કરવા કેવીકે ડેડીયાપાડાએ સૂચન અને માર્ગદર્શન આપી દીપક જગતાપની પ્રવૃત્તિને બિરદાવી અભિનંદન પાઠવ્યા હતા.
૧૪ મી વૈજ્ઞાનિક સલાહકાર સમિતિની કાર્યનોંધનું વાંચન અને લીધેલ પગલાં અંગે ચર્ચા કરવામાં આવી હતી તેમજ ડિસેમ્બર ૨૦૨૧ થી ડિસેમ્બર૨૦૨૨ દરમ્યાન થયેલ કામગીરી અને સિધ્ધિઓની સમીક્ષા કરાઈ હતી. વર્ષ ૨૦૨૩–૨૪ ના બજેટ વિશે ચર્ચા.એપ્રિલ ૨૦૨૩ થી માર્ચ ૨૦૨૪ ના આયોજીત કાર્યક્રમ (એકશન પ્લાન) અંગેની ચર્ચા હાથ ધરાઈ હતી. કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, દેડિયાપાડાની કામગીરીને વધુ અસરકારક બનાવવા માટેનામુદ્દાઓ વિશે ચર્ચા થઈ હતી.
આ પ્રસંગે પાવર પોઇન્ટ પ્રેઝન્ટેશન દ્વારા કેવીકીની કૃષિ લક્ષી પ્રવૃતિઓ અને અહેવાલ રજુ કરાયો હતો.નર્મદામાં સ્ટ્રોબેરી સહીત નવીન પાકોમાં સારી કામગીરી કરનાર પ્રગતિશીલ ખેડૂતોને આંતર ખેડ નિંદામણ યંત્રનું વિતરણ કરાયું હતું તેમજ રાષ્ટ્ર્રપતિ એવોર્ડ નારી શક્તિ એવોર્ડ વિજેતા અને નર્મદાના 3000થી વધુ મહિલા ખેડૂતોને ઓર્ગેનિક ખેતી તરફ વાળનાર ઉષાબેન વસાવાનું પણ સન્માન કરાયું હતું. સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન વૈજ્ઞાનિક ડૉ.મીનાક્ષી તીવારીએ કર્યું હતું.
દીપક જગતાપ, રાજપીપલા