Proud of Gujarat
FeaturedGujaratINDIA

ન્યુઝીલેન્ડમાં ચક્રવાત ગેબ્રિયલે તબાહી મચાવતા સરકારે રાષ્ટ્રીય કટોકટી જાહેર કરી

Share

ન્યુઝીલેન્ડ સરકારે નોર્થ આઇલેન્ડ પર ઉષ્ણકટિબંધીય વાવાઝોડા ગેબ્રિયલને કારણે રાષ્ટ્રીય કટોકટી જાહેર કરી છે. ન્યુઝીલેન્ડના ઈતિહાસમાં આ ત્રીજી વખત છે જ્યારે રાષ્ટ્રીય કટોકટી જાહેર કરવામાં આવી છે. ક્રાઈસ્ટચર્ચ આતંકી હુમલા પછી 2019 માં અને 2020 માં COVID રોગચાળા દરમિયાન કટોકટીના લાદવામાં આવી હતી.

ચક્રવાત ગેબ્રિયલને કારણે ન્યુઝીલેન્ડના નોર્થ આઇલેન્ડમાં ભારે પૂર અને ભૂસ્ખલન થયું છે. તેમજ દરિયાઈ મોજા પણ ઉછળી રહ્યા છે. ન્યુઝીલેન્ડમાં ભારે વરસાદ અને ભારે પવનને કારણે 40 હજારથી વધુ ઘરોમાં વીજળીનો પુરવઠો ખોરવાયો છે અને સેંકડો ફ્લાઈટ્સ રદ કરવામાં આવી છે.

Advertisement

ચક્રવાત ગેબ્રિયલને કારણે ભારે વરસાદ અને જોરદાર પવનથી હજારો ઘરોમાં વીજ પુરવઠો ખોરવાતા ઈમરજન્સી મેનેજમેન્ટ મિનિસ્ટર કિરન મેકએનલ્ટીએ આ કટોકટીની જાહેરાત પર હસ્તાક્ષર કર્યા હતા. મેકએનલ્ટીએ જણાવ્યું હતું કે આ એક અભૂતપૂર્વ હવામાન ઘટના છે જે ઉત્તર ટાપુના મોટા ભાગ પર મોટી અસર કરી રહી છે.


Share

Related posts

ભરૂચ : ખાતમુહર્તમાં દારૂથી અભિષેક કરવાનાં મુદ્દે શું છે હકીકત ? : ડેડીયાપાડાનાં ધારાસભ્યએ કર્યો ખુલાસો.

ProudOfGujarat

સુરતમાં બીઆરટીએસ બસસ્ટેશનનો સ્લેબ તૂટ્યો :અઢી વર્ષની બાળકીનું મોત

ProudOfGujarat

રાજપારડીના માધુપુરા વિસ્તારમાં વિદેશી દારૂ ઝડપાયો, જ્યારે રૂંઢ ગામે આંકડાનો જુગાર ઝડપાયો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!