આજે વહેલી સવારે સુરતમાં ઘર સફાઈ કામ કરતી એક મહિલાનું નીચે પડી જવાથી ઘરના સ્થળે જ કરુણ મોત નિપજ્યું હતું. એક મહિલા ઘરની બાલ્કનીમાં ટેબલ પર ચઢી સફાઈ કરતી હતી ત્યારે અચાનક નીચે પટકાયાં હતાં. ત્રીજા માળેથી નીચે પટકાતા મહિલાનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. અને આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. આ બાબતે પોલીસે આ ઘટનાને અકસ્માતનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.
સુરતના ડિંડોલી વિસ્તાર ખાતે આવેલા ઉમિયા ફ્લેટમાં કામ કરતાં આશરે 35 થી 40 વર્ષના ભારતીબેન પટેલ બાલ્કનીમાંથી અચાનક નીચે પટકાતાં તેમનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. ભારતીબેન ફ્લેટમાં બાલ્કનીમાં સાફ-સફાઈ દરમ્યાન અચાનક સંતુલન ગુમાવતાં નીચે પડ્યા આ સમગ્ર ઘટના બાબતે ડિંડોલી પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસે પરિવારની પુછપરછ કરી હતી જેમા જાણવા મળ્યુ કે, સાફ-સફાઈ કરતી વખતે અચાનક સંતુલન ગુમાવતાં તેઓ ત્રીજા માળેથી નીચે પટકાયાં હતાં જેથી તેમને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. પરંતુ ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા હતા. અચાનક આવી ઘટનામાં બનતાં ભારતીબેનના મોતથી પરિવારમાં શોક અને ચિંતા વ્યાપી ગઈ હતી.