ભરૂચ તાલુકાના ઝનોર ગામ ખાતે ગતરોજ સવારના સમયે બસ સ્ટેન્ડ નજીક ગામના સરપંચ મંજુલાબેન બાબરભાઈ વસાવા નાઓ જઈ રહ્યા હતા દરમ્યાન ગામમાં જ રહેતા (1) દિનેશ મોહનભાઈ માછી (2) જયેશ દિનેશભાઇ માછી (3) વિધુર દિનેશભાઇ માછી (4) માનસિંગ સના ભાઈ માછી (5) સંજય નરસિંહભાઈ માછી (6) જયેશ ચીમનભાઈ માછી (7) મનુ જીણાભાઈ માછી તેમજ (8) સૌરવ સતિષભાઈ ભાઈ માછી તથા રાકેશ માનસિંગ માછી નાઓએ મળી મહિલા સરપંચ ગામ પાદરથી પંચાયત તરફ જતા દરમ્યાન તેઓ પર હુમલો કર્યો હતો.
આજરોજ મહિલા સરપંચ દ્વારા ગ્રામજનોને સાથે રાખી જિલ્લા કલેકટરને એક આવેદનપત્ર પાઠવ્યું હતું જેમાં તેઓએ આક્ષેપ કર્યા છૅ કે ગામના જ માથા ભારે ઈસમો દ્વારા તેઓએ મચ્છી તળાવનો ઠરાવ કેન્સલ કેમ કર્યો તેમ જણાવી જાતિ વિષયક ગાળો આપી તમે સરપંચ બનીને દાદા થઈ ગયા છો તેમ જણાવી મહિલા સરપંચના પતિ તથા તેઓ સાથે ઝપાઝપી કરી જમીન પર ફેંકી દઈ જાનથી મારી નાંખવાની ધમકીઓ આપવામાં આવી હતી.
જે મામલા બાદ મહિલા સરપંચ દ્વારા નબીપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી અને વિકાસના કામોમાં રુકાવટ કરે છે તેવા આક્ષેપ સાથે તમામ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવે તેવી માંગ ઉચ્ચારી છે.