Proud of Gujarat
FeaturedGujaratINDIA

મુંબઈ સ્થિત વેસ્ટ એન્ડ હાઉસિંગ ફાઈનાન્સ લિ.એ ચેરમેન તરીકે જગદીશ કપૂરને નિયુક્ત કરાયા

Share

મુંબઈ સ્થિત એફોર્ડેબલ હાઉસિંગ ફાઈનાન્સ કંપની વેસ્ટ એન્ડ હાઉસિંગ ફાઈનાન્સ લિ.એ તેના ચેરમેન તરીકે પ્રતિષ્ઠિત બેન્કર જગદીશ કપૂરની નિમણૂક કરી છે. 10 મી ફેબ્રુઆરી, 2023 ના રોજ મુંબઈમાં મળેલી તેની બેઠકમાં બોર્ડ દ્વારા આ નિમણૂક કરવામાં આવી હતી.

ફાઈનાન્સ ક્ષેત્રે શાનદાર કારકિર્દી ધરાવતા જગદીશ કપૂરે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના ડેપ્યુટી ગવર્નર તરીકે પણ ફરજ બજાવી છે. તેઓ એચડીએફસી બેંક અને બોમ્બે સ્ટોક એક્સચેન્જ (બીએસઈ) ના ચેરમેન પણ રહી ચુક્યા છે અને સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા, બેંક ઓફ બરોડા, નેશનલ હાઉસિંગ બેંક, નાબાર્ડ અને એક્ઝિમ બેંક જેવી કેટલીક અગ્રણી બેંકોના બોર્ડમાં સેવા આપી છે.

Advertisement

નિમણૂક વિશે બોલતા વેસ્ટ એન્ડ ગ્રૂપના ચેરમેન શ્રી પંકજ ગુપ્તાએ જણાવ્યું હતું કે, “અમે વેસ્ટ એન્ડ હાઉસિંગ ફાઇનાન્સના ચેરમેન તરીકે શ્રી જગદીશ કપૂર જેવા પ્રતિષ્ઠિત અને આદરણીય પ્રોફેશનલને અમારા બોર્ડમાં મેળવીને સન્માનિત અને આનંદિત છીએ. અમને વિશ્વાસ છે કે તેમની દિર્ઘદ્રષ્ટિ, અનુભવ અને માર્ગદર્શન આવનારા વર્ષોમાં અમારી વિકાસની યાત્રામાં ચાવીરૂપ બનશે.”

સૂચિત્રા આયરે


Share

Related posts

ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 : જાણો કેટલા મતદારો કરશે આવતી કાલે પ્રથમ તબક્કામાં મતદાન, અને બીજી સંપૂર્ણ વિગતો.

ProudOfGujarat

અંકલેશ્વર : પશ્ચિમ બંગાળની ચૂંટણી બાદ ભાજપાનાં કાર્યકરો પર થતાં હુમલા રોકવા ગડખોલ પાટીયા પાસે ભાજપાનાં કાર્યકરોએ વિરોધ કર્યો.

ProudOfGujarat

ભરૂચ-લિંક રોડ પર નગર પાલિકાના ટેન્કર દ્વારા બે બાળકોના મોત મામલે સ્થાનિકોનું તંત્રને આવેદનપત્ર, જાણો શું કરાઈ માંગણી…!!!

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!