Proud of Gujarat
FeaturedGujaratINDIA

અમદાવાદના ગોમતીપુરમાં સગીરા પર દુષ્કર્મ કરનાર યુવકને આજીવન કેદની સજા ફટકારાઇ.

Share

ગોમતીપુરમાં 14 વર્ષીય સગીરા પર દુષ્કર્મ કરી મારી નાખવા ધમકી આપનારા 34 વર્ષીય અશોક પરમારને પોક્સો કોર્ટના ખાસ જજ વી. એ. રાણાએ દોષિત ઠેરવી આજીવન કેદ ફટકારી છે. અશોક તેના જ વિસ્તારમાં રહેતી સગીરાના ઘરમાં 10 માર્ચ 2021 ના રોજ ઘૂસી ગયો હતો અને બળજબરી કરી દુષ્કર્મ કર્યું હતું. આરોપીએ સગીરાને મારી નાખવા પણ ધમકી આપી હતી, પરંતુ સગીરાએ હિંમત કરી બૂમાબૂમ કરતા સ્થાનિક લોકોએ અશોકને પકડી લીધો હતો.

બાદમાં સગીરાની માતાએ ગોમતીપુર પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આરોપી વિરુદ્ધ પોક્સો કોર્ટમાં ચાર્જશીટ કર્યું હતું. કેસ ચાલી જતાં સરકારી વકીલ ભરત પટ્ટણીએ સાક્ષી અને પુરાવા તપાસી આરોપી વિરુદ્ધ ગુનો પુરવાર કર્યો હતો. આરોપીને સખત સજા માટે રજૂઆત કરાઈ હતી કે, આરોપી સામે કેસ પુરવાર થયો છે. આરોપીઓમાં કાયદાનો ડર રહે તે માટે સખત સજા ફટકારવી જોઈએ.

Advertisement

Share

Related posts

દાદરા નગર હવેલીમાં દમણગંગા નદીના પટમાં જવા પર પ્રશાસને મુક્યો પ્રતિબંધ.

ProudOfGujarat

નેત્રંગમાં સી.આર.પાટીલના પ્રદેશ પ્રમુખના કાર્યકાળના એક વર્ષ પૂર્ણ થવાના ઉજવણીના ભાગરૂપે જીલ્લા પ્રભારી જનક બગદાણાવાલા વૃક્ષારોપણ કાર્યક્રમમાં હાજર રહ્યા.

ProudOfGujarat

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે ભારે વરસાદ બાદ સૌરાષ્ટ્રમાં કર્યું હવાઈ નિરીક્ષણ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!