હાલમાં જ ભરૂચ ખાતે યોજાયેલા સમસ્ત ભરૂચ જિલ્લા બ્રહ્મ સમાજના સંમેલનમાં અગ્રણી ઉદ્યોગપતિ તેમજ સામાજિક સેવા ક્ષેત્રે અગ્રેસર એવા જે જે શુક્લનું સન્માન કરવામાં આવ્યું હતું.
નોંધનીય છે કે જે જે શુક્લાનું યોગદાન આર્થિક, સામાજિક, શૈક્ષણિક, આરોગ્ય અને ઉદ્યોગ ક્ષેત્રે અમૂલ્ય રહ્યું છે. બ્રહ્મ સમાજે આ પ્રસંગે એમનું સન્માન કરતા જણાવ્યું હતું કે ગુજરાતના રાજ્યપાલના હસ્તે વર્ષ 2015માં ગ્લોરી ઓફ ગુજરાતનું સન્માન પ્રાપ્ત થયું એ ખરેખર આનંદની વાત છે.
જે.જે શુક્લાય વનવાસી ક્ષેત્રે પણ નોંધનીય કામગીરી કરી છે. આ ઉપરાંત માં વિંધ્યવાસની ચેરીટેબલ ટ્રસ્ટ અંકલેશ્વરના નેજા હેઠળ ધાર્મિક ક્ષેત્રે પણ અમૂલ્ય યોગદાન આપ્યું છે. જાગરણ સહિતના કાર્યક્રમમાં પણ એમનું નામ અગ્રેસર રહ્યું છે. ભરૂચના દિવ્ય જીવન સંઘમાં ઉપપ્રમુખ તરીકે એમણે નોટબુક વિતરણ સહિત વિદ્યાર્થીઓના ભવિષ્યના ઘડતર માટે પણ અથાગ મહેનત અને પ્રયત્ન કર્યા છે. તેમના દ્વારા ફક્ત ભરૂચ જિલ્લા બ્રહ્મ સમાજ જ નહીં પરંતુ અન્ય સમાજના ઉત્કર્ષ માટે અને યુવાનો માટે પણ અનેક પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી છે જે ખરેખર એક સ્વસ્થ સ્વચ્છ અને શિક્ષિત સમાજના ઘડતર માટે અત્યંત મહત્વની છે આ બદલ અમે આપનું સન્માન કરતા અને આનંદની લાગણી અનુભવીએ છીએ. ઉલ્લેખનીય છે કે તેઓ ગુજરાતની અમદાવાદ સ્થિત અગ્રણી શિક્ષણ સંસ્થા નારાયણ બિઝનેસ સ્કૂલમાં પણ ટ્રસ્ટી તરીકે સેવા આપી રહ્યા છે.