વડોદરા શહેર જે એમ ડી ડ્રગ્સ માટે મુખ્ય કેન્દ્ર બન્યું હોય એવું સ્પષ્ટ પણે જોવા માળી રહયું છે. અગાઉ ATS એ દરોડા પાડ્યા હતા. અત્રે ઉલ્લેખનયી છે કે વડોદરા નજીક સાંકરદા, સિંઘરોટ સહિત વિવિધ જગ્યાએથી ગુજરાત એટીએસ દ્વારા દરોડાની કાર્યવાહી કરી કરોડોની કિંમતનું ડ્રગ્સ તાજેતરના મહિનાઓમાં જપ્ત કરી લેવામાં આવ્યો છે. ત્યારે ફરી એકવાર વડોદરા શહેરમાં હાલોલથી વડોદરા ડ્રગ્સ આવ્યું એવી બાતમી સ્પેશ્યલ ઓપરેશન ગ્રૃપને મળી હતી કે હાલોલ બસ સ્ટેન્ડ પાસે રહેતો મોહનલાલ માંગીલાલ લુહાર હાલોલથી ડ્રગ્સનો જથ્થો લઇને વડોદરા વેચવા માટે આવી રહીયો છે. જેથી સ્પેશ્યલ ઓપરેશન ગ્રૃપ દ્વારા વૉચ ગોઠવી હાઇવે પર ગોલ્ડન ચોકડી પાસેથી મોહનલાલને ઝડપી લીધો હતો. તેની પાસે રહેલ સ્કૂલબેગની તપાસ કરતા તેની બેગમાંથી સફેદ રંગનું ડ્રગ્સ મળી આવી હતું. જેની તપાસ કરતા આ મેફેડ્રોન ડ્રગ્સ હોવાનું માલૂમ પડ્યું હતું. જેથી પોલીસે તેની પાસેથી બેગમાં રહેલ 125 ગ્રામ 99 મિલિગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ કે જેની કિંમત 12,59,900/- રૂપિયા થાય છે તેને જપ્ત કર્યું હતું. આ સાથે આરોપી પાસેથી રોકડા 810 રૂપિયા અને મોબાઇલ ફોન પણ જપ્ત કરવામાં આવ્યો છે. પ્રાથમિક તપાસમાં મધ્ય પ્રદેશ સાથે તાર જોડાયા હોય અને ડ્રગ્સ લઇ આવનાર મોહનાલાલ લુહારે કબૂલ્યું છે કે તે આ ડ્રગ્સ મધ્ય પ્રદેશના મંદસૌરના રહેવાસી માંગીલાલ પાટીદાર પાસેથી લાવ્યો હતો. જેથી પોલીસે મોહનલાલની ધરપકડ કરી ડ્રગ્સ સપ્લાયર માંગીલાલ પાટીદાર તેમજ અન્ય એક અજાણ્યા શખ્સ સામે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.
મેફેડ્રોન ડ્રગ્સના જથ્થા સાથે એક ઇસમને ઝડપી પાડતી વડોદરા એસ.ઓ.જી.
Advertisement