Proud of Gujarat
FeaturedGujaratINDIA

રાજપીપળા : નાંદોદ ખાતે બાળકોના ઉજ્જવળ ભવિષ્યને ધ્યાને રાખી જનજાગૃતિ કાર્યક્રમ યોજાયો.

Share

ભારત સરકારના નેશનલ કમિશન ફોર પ્રોટેક્શન ઓફ ચાઈલ્ડ રાઈટ્સ (NCPCR) અને નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB) ના સંયુક્ત ઉપક્રમે બાળકોમાં ડ્રગ્સ અને સબસ્ટન્સ અને ગેરકાયદેસર હેરફેર અટકાવવા માટે નર્મદા જિલ્લામાં વિવિધ સત્તામંડળો, સંસ્થા-એજન્સીઓના સંકલનમાં રહીને “એક્શન પ્લાન” તૈયાર કરાયેલ છે.

નર્મદા જિલ્લા કલેક્ટર શ્વેતા તેવતિયાના માર્ગદર્શન અને જિલ્લા બાળ સુરક્ષા અધિકારી ચેતનભાઈ પરમારના નેતૃત્વમાં જિલ્લાના બાળકોને નશામુક્ત કરવાના ઉમદા આશય સાથે નાંદોદ તાલુકાના અમરપુરા, કુમસગામ અને વિરસિંગપુરા પ્રાથમિક શાળા ખાતે બાળકોને નશાકારક પદાર્થો, ડ્રગ્સ, સાઈકોપેટ્રીક પદાર્થોના ઉપયોગ અટકાવવા અંગે જનજાગૃતિ કાર્યક્રમોનું ઝુંબેશરૂપ આયોજન કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે શાળાના શિક્ષકો, ગામના આગેવાનો, યુવાનો સહિત ગ્રામજનોને બાળકોના ઉજ્જવળ ભવિષ્યને ધ્યાને રાખતા ડ્રગ-સાયકોપેટ્રીક પદાર્થ તેમજ અન્ય વસ્તુઓથી થતી આડ અસર તથા બાળ વિકાસ અને બાળ સુરક્ષાને નુકશાન કરતા પરિબળો અંગે ઝીણવટપૂર્ણ માહિતીથી વાકેફ કરી જાગૃત કરવામાં આવ્યા હતા.

Advertisement

તદ્ઉપરાંત, જુવેનાઈલ જસ્ટીસ એક્ટ – 2015 ની કલમ-77 અનુસાર બાળકોને નશીલી દારૂ અથવા નારકોટિક ડ્રગ અથવા સાઈકોટ્રોપિક પદાર્થ આપવાની સજા 7 વર્ષ સુધીની કેદ અને 1 લાખ રૂપિયા સુધીનો દંડ તેમજ કલમ – 78 હેઠળ ઉક્ત પદાર્થોના વેચાણ, હેરાફેરી, દાણચોરી કરવા માટે બાળકનો ઉપયોગ કરવા બદલ 7 વર્ષની કેદ અને 1 લાખ સુધીના દંડના પ્રાવધાન અંગે પણ કાયદાકીય માહિતીથી વાકેફ કરવામાં આવ્યા હતાં.

દીપક જગતાપ, રાજપીપલા


Share

Related posts

વડોદરા-બે વિદ્યાર્થી કેરલના કોચીમાં વરસાદી તાંડવમાં પાંચ દિવસથી મકાનમાં ફસાયા છે….

ProudOfGujarat

માંગરોળ તાલુકા ભાજપ પ્રમુખ પદે મુકુંદભાઈ પટેલની વરણી થતા તાલુકા પંચાયતના સભાખંડમાં અભિવાદન કરાયું

ProudOfGujarat

પાલેજ કે પી એસ સ્કૂલ ખાતે આઇ.જી.પી. ની અધ્યક્ષતામાં લોક દરબાર કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!