વડોદરા ગ્રામ્ય એલ સી બી પોલીસે દારૂનો અધધધ….. કહી શકાય એટલો મોટો જથ્થો ઝડપી પાડયો હતો. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર એલ.સી.બી.ની ટીમ કરજણના ભરથાણા ટોલનાકા ઉપર ભરૂચથી વડોદરા તરફ આવતી ટ્રેક ઉપર વાહન ચેકીંગમાં હતા દરમ્યાન દરમ્યાન ભરૂચ તરફથી એક ટાટા કંપનીની બંધ બોડીની આઈસર ગાડી નં.કે એ -૫૨ – બી – ૦૧૩૯ આવતા તેને સાઇડમાં લેવડાવી ઉભી રખાવી ડ્રાઇવરનું નામ ઠામ પુછતા તેણે પોતાનુ નામ લાલચંદ્ર લાલજી ડાંગી રહે. ડાંગીયો કા મહોલ્લા, ખેડલી, પોસ્ટ. વાના, તા.વલ્ભનગર જી.ઉદેપુર રાજસ્થાનનો હોવાનું જણાવ્યું હતું.
તેને આઇસર ગાડીમાં ભરેલ માલ બાબતે પુછતા દવા ભરેલ હોવાનુ જણાવ્યું હતું. જેથી બીલ બીલ્ટી માંગતા બીલમાં ઇલેકટ્રોનીક સર સામાન ભરેલ હોવાનુ લખેલ હોય જેથી ડ્રાઇવરને વિશ્વાસમાં લઇ યુકતિ-પ્રયુકિતથી પુછતા ગલ્લા તલ્લા કરવા લાગેલ જેથી આઇસર ગાડીમાં શંકાસ્પદ સામાન ભરેલ આઇસર ગાડીમાં તપાસ કરતાં ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. જે બાબતે ડ્રાઇવર પાસે વિદેશી દારૂનો જથ્થો ભરી લઇ આવવા બદલ પાસ પરમીટ માંગતા તે પોતાની પાસે નહી હોવાનુ જણાવ્યુ હતું.
આઇસર ગાડીમાં ભરેલ વિદેશી દારૂનો જથ્થો નીચે ઉતારી ગણતરી કરતા ભારતીય બનાવટના વિદેશી દારુના કવાર્ટરીયાની પેટી નંગ-૧૦૦૧ જેમા કુલ બોટલ નંગ- ૪૮,૦૪૮ કિ.રૂ. ૪૮,૦૪,૮૦૦ તથા મોબાઇલ ફોન નંગ-૦૨ કી.રૂ. ૧૧,૦૦૦ તથા બીલ બીલટી/ગાડીના કાગળો કી.રૂ.૦૦/૦૦ તથા આઇશર ગાડી કી.રૂ.૧૦,૦૦,૦૦૦/- મળી કુલ રૂ.૫૮,૧૫,૮૦૦/- નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. ઝડપાયેલા ઇસમ તેમજ વિદેશી દારૂનો જથ્થો મોકલનાર ઇસમ વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરી કરજણ પોલીસ સ્ટેશનમાં પ્રોહી ગણનાપાત્ર કેસ રજીસ્ટર કરાવી વિદેશીદારૂનો જથ્થો મોકલનાર ઇસમના પુરા નામ, સરનામા મેળવી તેને સત્વરે ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.
યાકુબ પટેલ, કરજણ