ગુજરાત પોલીસના જાસૂસીકાંડમાં મોટું અપડેટ સામે આવી રહ્યું છે. ભરૂચ પોલીસ સ્ટેટ મોનીટરીંગ સેલ સહિતના પોલીસ અધિકારીઓની જાસૂસી કરવાના મામલામાં પોલીસ ફરિયાદ દાખલ કરવા આવી છે. જે બાદ જાસૂસી કરતા બંને કોસ્ટેબલ મયુર ખુમાણ અને અશોક સોલંકીની ધરપકડ કરવામાં આવી છે, તો મામલે જાસૂસી કાંડ કરાવનાર બુટલેગરો પરેશ ઉર્ફે ચકો તેમજ નયન ઉર્ફે બોબડો કાયસ્થ ને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે.
ભરૂચ ક્રાઇમ બ્રાન્ચના ટેક્નિકલ સર્વેલન્સ સ્કોડના બે પોલીસકર્મીઓ મયુર ખુમાણ અને અશોક સોલંકી બુટલેગરો માટે પોલીસ અધિકારીઓની જાસૂસી કરી રહ્યા હોવાની ઘટનાનો ભરૂચ એસપી ડો. લીના પાટીલની તપાસમાં થોડા દિવસો પહેલા પર્દાફાશ થયો હતો. જે બાદ પ્રથમ બે પોલીસકર્મીઓ સસ્પેન્ડ કરી દેવાયા હતા, જેમની સામે હવે ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
-નોકરી કોની કરતા હતા? પોલીસ કે બુટલેગરની?
ભરૂચ જિલ્લા પોલીસ વડા ડો. લીના પાટીલની તપાસમાં ભરૂચ ક્રાઇમ બ્રાન્ચના ટેક્નિકલ સર્વેલન્સ ટીમના કોન્સ્ટેબલ મયુર ખુમાણ અને અશોક સોલંકી ગુજરાત પોલીસના અધિકારીઓ અને કર્મચારીઓની જાસૂસી કરી રહ્યા હોવાનો ઘટસ્ફોટ થયો હતો. આ પોલીસકર્મીઓએ સ્ટેટ મોનીટરીંગ સેલ અને ભરૂચ પોલીસના ક્રાઇમ બ્રાન્ચ તેમજ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના અધિકારીઓ અને કોન્સ્ટેબલની જાસૂસી કરી હતી. બુટલેગરોનો દારૂ ન પકડાય તે માટે પોલીસકર્મીઓ અને પોલીસ અધિકારીઓના લોકેશન બુટલેગરને જણાવી દેવાતા હતા.
– આ અધિકારીઓ ઉપર વિશેષ વોચ રાખવામાં આવતી હતી
સ્ટેટ મોનીટરીંગ સેલના વડા તરીકે નિર્લિપ્ત રાય અને ભરૂચ SP તરીકે ડો. લીના પાટીલના પોસ્ટિંગ બાદ બુટલેગરોમાં ફફડાટ ફેલાયો હતો. આ અધિકારીઓના કાર્યક્ષેત્રમાં દારૂનો વેપલો ચલાવવો લોઢાના ચણા ચાવવા સમાન હોવાનો કુખ્યાત બુટલેગરોને અહેસાસ હતો જેમણે પૈસાના જોરે પોલીસ પાસે જ પોલીસની જાસૂસી કરાવી હતી. સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમ ઉપરાંત ભરૂચ Crime Branch PI ફિલ્ડમાં હોય ત્યારે તેમના મોબાઈલ લોકેશન બુટલેગરોને પહોચાડી દેવામાં આવતા હતા. આ કારણે સક્રિય હોવા છતાં પોલીસ કેટલાક બુટલેગરોનું દારૂના વેપલાનું નેટવર્ક નેસ્તનાબૂદ કરી શકી નહીં.
-પોલીસ જાસૂસીકાંડના પોલીસ કોન્સ્ટેબલ સહિત બુટલેગરો સામે આજીવન કેદની જોગવાઈ સુધીની કલમો લગાવાઈ
પબ્લિક સર્વન્ટ એવા બન્ને કોન્સ્ટેબલોએ પૈસા માટે સરકાર સાથે જ કર્યો છળ અને વિશ્વાસઘાત પોલીસ દ્વારા પોલીસની જાસૂસી તે પણ બુટલેગરો માટેના ગંભીર ગુનાહિત ષડયંત્રમાં સ્પેશિયલ કોર્ટ સિવાય જામીન ન મળે તેટલી કલમો લગાવાઈ છે,ગુજરાત પોલીસને હચમચાવી દેનારા ભરૂચના LCB ના 2 કોન્સ્ટેબલોના બુટલેગરો માટે પૈસા લઈ પોલીસની જ જાસૂસીકાંડમાં બે બુટલેગરો સહિત બન્ને અપરાધી કોન્સ્ટેબલો સામે એક વર્ષથી લઈ આજીવન કેદ સુધીની સજાની જોગવાઈઓ કરતી કલમો ફરિયાદમાં લગાવવામાં આવી છે.
પબ્લિક સેવક અને પોલીસમાં જ રહી પોલીસની જ જાસૂસી બુટલેગરો માટે કરતા બન્ને કોન્સ્ટેબલ, બુટલેગર નયન ઉર્ફે બોબડો કાયસ્થ તેમજ પરેશ ચૌહાણ ઉર્ફે ચકા સામે એક વર્ષથી લઈ આજીવન કેદ સુધીની જોગવાઈની વિવિધ કલમો લગાવવામાં આવી છે.જેમાં IPC 409 આજીવન કેદની જોગવાઈ. સરકારી કર્મચારી દ્વારા ગુનાહિત વિશ્વાસઘાત. કલમ 116 ગુનો કરવામાં મદદગારી, સરકારી કર્મચારીને લાંચ આપી સરકારી અધિકારીઓ સામે જ ગુનાહિત કામગીરી.
કલમ 119 પબ્લિક સર્વન્ટ તરીકે મદદગારી, ફરજ અને માહિતીનો દુરુપયોગ. 201 પુરાવા નાશ કરવા, 166 (એ) સરકારી કર્મચારી તરીકે પોતાની ફરજ નહિ નિભાવી ગુનાહિત કામગીરી. 120 (બી) ગુનાહિત ષડયંત્ર, 114 મદદગારી, આઇટી એક્ટ તેમજ ભ્રષ્ટાચારની કલમો 13(1) (ક) અને 13 (2) પ્રજાના સેવકે લાંચ લઈ બજાવેલી ફરજમાં 7 વર્ષ સુધીની સજા થઈ શકે છે. આ કલમો હેઠળ આરોપીઓને સ્પેશ્યલ કોર્ટમાંથી જ જામીન મળી શકે તેમ છે. હાલ આ અંગે તપાસ DYSP સી.કે.પટેલને સોપાઈ છે.