આજરોજ વહેલી સવારે લોકો મીઠી નિંદર માણી રહ્યા હતા ત્યારે જ દક્ષિણ ગુજરાત વીજ કંપની ની વિજીલન્સની 44 ટીમોમાં આશરે 100 જેટલા વિજ કર્મચારીઓ અને આશરે 50 જેટલા પોલીસના માણસો મળી હાંસોટના જુદા જુદા વિસ્તારોમાં વિજમીટરો ચેક કરવાની કાર્યવાહી કરી હતી.
હાંસોટ ઉપરાંત ઈલાવ તથા સુણેવકલ્લા અને ખરચ તથા પાંજરોલી ગામે પણ તપાસ કરી હતી જેમાં 33 જેટલા વિજચોરો પકડાયા હતા. જ્યારે 6 જેટલા વિજ ગ્રાહકો શંકાસ્પદ કેસ કરેલ છે. આ વિજ ચોરીમાં કુલ 16 લાખ 35 હજારની વિજચોરી પકડી હતી જેમાં 9 જેટલા વિજ ગ્રાહકોને એક લાખ ઉપરાંતનો દંડ ફટકાર્યો હતો. તમામ ગામો મળી 1788 જેટલા ઘરોની તપાસ હાથ ધરી હતી.
અચાનક જી.ઈ.બી વિભાગની ટિમો ત્રાટકી જતા ગ્રામ્ય વિસ્તારોમાં એક સમયે ભારે ચર્ચાઓએ જોર પકડ્યું હતું, જોકે વીજ ચોરી કરતા લોકો સમજે પહેલા જ કર્મીઓએ તેઓને ઝડપી પાડતા વીજ ચોરોમાં ભારે ફફડાટની લાગણી છવાઈ હતી.