કરજણ તાલુકાના મીયાગામ નજીક આવેલી દુધીયા પીર બાવાની દરગાહ શરીફ પર સૈયદ સાદાતોની ઉપસ્થિતિમાં સંદલ શરીફની વિધિ સંપન્ન કરાઇ હતી. મિયગામથી સંદલ શરીફનું ઝુલુસ પ્રસ્થાન થયું હતું. જે ઝુલુસ દરગાહ શરીફ પર પહોંચ્યું હતું. ત્યાં જઈ સંદલ શરીફની વિધિ સંપન્ન કરાઇ હતી. સૈયદ અસગર અલી બાવા સાહેબે દુઆ ગુજારી હતી. સલાતો સલામના પઠન સાથે તેમજ દુઆઓ ગુજારી કાર્યક્રમનું સમાપન કરવામાં આવ્યું હતું.
સૈયદ અસગર અલી બાવા સાહેબે નિવેદનમાં જણાવ્યું હતું કે દુધીયા પીર બાવા સાહેબની દરગાહ એ કોમી એકતાનું પ્રતિક છે. આ દરગાહ પર નિયમિત હિંદુ – મુસ્લિમ સમાજના શ્રદ્ધાળુઓ હાજરી આપે છે. અને દરેકની મનોકામનાઓ પૂર્ણ થાય છે. કાર્યક્રમના સમાપન બાદ આયોજકો દ્વારા સામૂહિક ભોજનની વ્યવસ્થા કરવામાં આવી હતી. આ પ્રસંગે સૈયદ જલાલુદ્દીન બાવા, સૈયદ અસગર અલી બાવા સાહેબ, અન્ય સૈયદ સાદાતો કિરામ ઉપસ્થિત રહ્યા હતા.
યાકુબ પટેલ, કરજણ