ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના ઉમલ્લા ખાતે શ્રી રંગ એજયુકેશન ટ્રસ્ટ સંચાલીત શ્રી સરસ્વતી શીશુ વિદ્યાલય શાળાની સ્થાપનાને ૨૫ વર્ષ પુરા થતાં તેની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. તારીખ ૫ ફેબ્રુઆરીના રોજ પંચાયત મેદાન ખાતે રંગ મંચ કાર્યક્ર્મનું આયોજન ધારીખેડા સુગરના ચેરમેન, દુધ ઉત્પાદક મંડળી ભરૂચના ચેરમેન તેમજ નર્મદા જિલ્લા ભાજપા પ્રમુખ ઘનશ્યામભાઇ પટેલના અઘ્યક્ષ સ્થાને કાર્યક્રમ યોજાયો હતો.
કાર્યક્ર્મના ઉદઘાટક તરીકે ધનજીભાઈ ઝડફિયા, વિજયસિંહ સુરતિયા હાજર રહ્યા હતાં.જે.પી.પંડ્યા પરીવાર દ્વારા સંસ્થાના પ્રમુખ રશમિકાન્ત પંડ્યાને સન્માનિત કરવામાં આવ્યા હતા. આ સાથે અંજનાબેન પંડયાનું પણ સન્માન કરવામાં આવ્યું હતું. રશમિકાન્ત પંડ્યાએ તેમના પ્રાસંગિક પ્રવચનમાં સંસ્થાની ઉત્તરોત્તર પ્રગતિનો ખયાલ આપ્યો હતો. આ પ્રસંગે સંસ્થાને અનુદાન આપનાર દાતા જેવા કે ભરૂચના સાંસદ મનસુખભાઇ વસાવા, સવિતાબેન શારદા, જનાકૃષ્ણ મુર્તિ, ભરતસિંહ પરમાર જેવા આગેવાનોનો પાયામાં ઉપયોગી થવા બદલ તેમનો આભાર માન્યો હતો. ઉપરાંત સંસ્થાની પચ્ચીસ વર્ષની સફર દરમિયાનની કામગીરીનો ચિતાર રજુ કરતી પુસ્તિકાનું વિમોચન ઘનશ્યામભાઇ પટેલ તેમજ ધનજીભાઈ ઝડફિયાના હસ્તે કરવામા આવ્યું હતું. સંસ્થાના પ્રમુખ રશમિકાન્ત પંડ્યાએ અત્રે ઉપસ્થિત આમંત્રિત મહેમાનોનું તથા મુખ્ય દાતાઓનું સન્માન કર્યું હતું. બાળકો એ વિવિધ સાંસ્કૃતિક કૃતિઓ દ્વારા ઉપસ્થિત જનમેદનીને મનોરંજન પુરુ પાડ્યું હતું. આચાર્ય દ્વારા પ્રમુખ રશમિકાન્ત પંડ્યાનું સન્માન કરવામાં આવ્યું હતું. જગદીશ ભાઇ પરમારે કાર્યક્ર્મનું સુંદર સંચાલન કર્યુ હતુ. આ પ્રસંગે ટ્રસ્ટીઓને પણ સન્માનિત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમને સફળ બનાવવા બદલ મમતાબેન પટેલે સહુનો આભાર માન્યો હતો. સુંદર કૃતીઓ રજુ કરનાર બાળકોને ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.
ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ