Proud of Gujarat
FeaturedGujaratINDIA

હોસ્પિટલ કે પશુઘર – જંબુસરની સરકારી રેફરલ હોસ્પિટલમાં બિન્દાસ ફરતા શ્વાન, અગાઉ બકરીઓ લટાર મારતી જોવા મળી હતી

Share

ભરૂચ જિલ્લાના જંબુસર પંથકમાં આવેલ સરકારી રેફરલ હોસ્પિટલ છેલ્લા કેટલાક સમયથી તેની બેદરકારીના કારણે ચર્ચાઓમાં આવી રહી છે, હોસ્પિટલમાં અગાઉ બકરીઓ બિન્દાસ અંદાજમાં ફરતી જોવા મળી હતી તો હવે હોસ્પિટલ પરિસદમાં શ્વાન લટાર મારતા હોવાનો વાયરલ વિડીયો એ હોસ્પિટલ તંત્રની લોમલોમ લોલ કામગીરીની પોલ છતી કરી છે.

સરકારી રેફરલ હોસ્પિટલમાં જ્યાં દર્દીઓ પોતાના સ્વાસ્થ્ય માટે સારવાર લેવા આવતા હોય છે તે જ હોસ્પિટલમાં રખડતા પશુઓ જેમાં પણ શ્વાન જેવા પશુઓની બિન્દાસ લટાર હોસ્પિટલના ખાટલે સારવાર લેતા દર્દીઓ તેમજ આવતા બાળકો માટે જોખમ સમાન બની શકે છે.

આ અગાઉ થોડા દિવસ પહેલા બકરીઓ બિન્દાસ હોસ્પિટલમાં ફરી રહી હોવાની બાબત ચર્ચામાં આવી હતી તો હવે શ્વાન રખડતા હોવાની બાબત ફરી એકવાર સામે આવતા હોસ્પિટલમાં ફરજ બજાવતા સ્ટાફની કામગીરી સામે સવાલો ઉભા કરી રહી છે, તો સાથે સાથે ઘટનાના પગલે જાગૃત નાગરિકોમાં પણ હોસ્પિટલની બેદરકારી મામલે રોષની લાગણી જોવા મળી રહી છે.

Advertisement

Share

Related posts

હાંસોટનાં રિલાયન્સ પેટ્રોલ પંપ ખાતે પેટ્રોલપંપના કર્મી સાથે રૂ. 40 હજારની ચીલ ઝડપ…

ProudOfGujarat

લીંબડી ડેપ્યુટી કલેક્ટરે આજે સિવિલ હોસ્પિટલ ખાતે અલગ-અલગ વિભાગનાં અધિકારીઓ તેમજ પત્રકારો સાથે મિટિંગ યોજી.

ProudOfGujarat

ભરૂચમાં ફરજ પર રહેલ વર્તમાન અને પૂર્વ કલેક્ટરની હવે સચિવાલયમાં એન્ટ્રી : કલેક્ટર ડો.એમ.ડી મોડિયાની મુખ્યમંત્રી કાર્યાલય ખાતે ઓફિસ ઓન સ્પેશિયલ ડ્યુટી કરવા નિમણૂક કરાઇ..!!

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!