ભરૂચ કોર્ટે ચેક રિટર્નના બે અલગ અલગ કેસમાં આરોપીઓને સજા ફટકારી દાખલારૂપ કિસ્સો બેસાડ્યો છે. બાંધકામના કરાર પેટે રૂપિયા ૩ લાખની રકમનો ચેક બે-બે વાર રિટર્ન થતા દાખલ કરાયેલા કેસમાં આરોપીને ૧ વર્ષની સજાનો કોર્ટે હુકમ કર્યો હતો. અન્ય એક કિસ્સામાં ૨૩ લાખના બે ચેક રિટર્નના કેસમાં આરોપીને ૧ વર્ષની સજા અને રૂપિયા ૨૦ હજારનો દંડ ફટકાર્યો છે. ભારતીય અર્થતંત્રમાં વિશ્વાસ ટકાવી રાખવા ચેક દ્વારા છેતરપિંડી જેવા મામલાઓ ગંભીરતાથી લેવામાં આવી રહ્યા છે. આ બંને મામલાઓમાં ભરૂચ કોર્ટે આરોપીઓને ૧ વર્ષની સજા ફટકારી છે.
કેસની હકીકત ઉપર નજર કરીએ તો ભરૂચમાં રહેતા મહેન્દ્રસિંહ સામંતસિંહ ગોહીલ અમી કન્સ્ટ્રકશનના માલિક છે. આરોપી નિરંજનભાઈ ૨મેશભાઈ પટેલ રહેવાસી વલાસણ, તા.જી. આણંદ સાથે ઝઘડીયાના સર્વે નં. ૨૭૩૨૭૪ વાળા પ્લોટમાં બાંધકામ કરવા ફરીયાદી સાથે કરાર કરેલો હતો.
બાંધકામ પેટે ફરીયાદીએ જે કંઈપણ બાંધકામ સંબંધિત મટીરીયલ મંગાવેલું હતું તેનો હિસાબ સમજી રૂપિયા 3 લાખનો ચેક અમી કેનસ્ટ્રક્શનના નામનો લખી આપેલો હતો જે ચેક તા.૧૪.૫.૧૪ ના રોજનો ફરીયાદીએ બેંકમાં વટાવ માટે રજુ કરતાં આરોપીના ખાતામાં અપુરતાં ભંડોળને કારણે ચેક પરત કરાયો હતો. આ સામે આરોપીએ નવો બીજો ચેક આપવાનો વાયદો કર્યો હતો. આ બાદ આરોપીએ ફરીયાદીને અમી કંસ્ટ્રકશનના નામનો બીજો ચેક ચેક આપેલો હતો જેના માટે એક બાહેધરી કરાર લખી આપેલો હતો અને તેના સંદર્ભે આપેલો ચેક ફરીયાદીએ તા.૧૧ ૬ ૨૦૧૪ના રોજ બેન્કમાં રજુ કરતાં આ કામના આરોપીઓ પોતાના બેંક ખાતાનો આપેલ ચેકમાં આરોપીએ જાણીજોઈને ખોટી સિંહ કરી હોવાથી આરોપીની સહી અલગ હોવાના કારણે સદર ચેક “Drawers signature differs” ના શે૨ સાથે પરત ફરેલ હતો. આ ઘટના બાબતે નેગોશીએબલ ઈન્સ્ટ્રુમેન્ટ એકટની કલમ-૧૩૮ મુજબ સ્ટેચ્યુટરી નોટિસ આપ્યા બાદ ચીફ જયુ, મેજી. ની કોર્ટમાં કેસ દાખલ કરેલો હતો જે કેસ ચીફ કોર્ટના જજ પી.ડી. જેઠવાની કોર્ટમાં ચાલતા વકીલ નીલમ.એમ.મીસ્ત્રીની દલીલો સાંભળી આરોપી નિરંજનભાઈ રમેશભાઈ પટેલ ને ૧ વર્ષ ની કારાવાસની સજા તેમજ ૩ લાખ નું વળતર ફરીયાદીને ચુકવી આપવા કરેલો હુકમ કરાયો છે.
અન્ય એક બનાવમાં ૧૧ લાખ તેમજ ૧૨ લાખ મળી કુલ ૨૩ લાખના ચેક રીટર્નના બે કેસમાં ભરૂચના ચીફ જયુ. મેજી. પી.ડી. જેઠવાની કોર્ટે આરોપી જયેશભાઈ આર.શાહને ૧ વર્ષની કારાવાસની સજાનો તેમજ ચેકની ૨કમ વળતર તરીકે વસુલ લેવા સાથે ૨૦ હજાર દંડનો કરેલો હુકમ કર્યો છે. આ ઘટનામાં આરોપી અને ફરીયાદ વચ્ચે થયેલા મોબાઈલ વાતચીતનો પુરાવો ધ્યાનમાં લેવામાં આવેલો હતો. ફરીયાદી એક જ કુંટંબના માતા–દીકરા સાથે રીયલ એસ્ટેટના ધંધા સાથે જોડાયેલા આરોપીએ નાણા મેળવી મોબાઈલ ફોન ઉપર બેફામ વાતચીત કરેલી જેનું રેકોડીંગ ફરીયાદીએ પોતાના મોબાઈલમાં કરી લીધેલ અને નામદાર કોર્ટમાં ભારતીય પુરાવાના કાયદાની ક્લમ-૬૫–બી હેઠળ વાતચીતનો પુરાવો રજુ કરેલો જે નામદાર કોર્ટે ચુકાદામાં વંચાણમો લીધેલો હતો.
ભરૂચ શહેરમાં રહેતા આરોપી જયેશભાઈ આર. શાહ રીયલ એસ્ટેટના ધંધા સાથે જોડાયેલા છે જે ફરીયાદી સમીરભાઈ જનકભાઈ ઠકકર કે જેઓ ફાઈનાન્સ કન્સલટન્ટ તરીકેના શેર, મ્યુચ્યુલ ફંડના ધંધા સાથે જોડાયેલા હોવાથી આરોપી તેમનો ક્લાઈન્ટ અને સારો મિત્ર થતો હોવાથી અંગત સંબંધને લીધે આરોપી જયેશભાઈ આર. શાહને ફરીયાદી સારી રીતે ઓળખતા હતાં. આરોપીને અંગત તેમજ રીયલ એસ્ટેટના કામે નાણાકીય જરૂરીયાત ઉભી થયેલી હતી. આરોપીએ ફરીયાદી પાસેથી રૂપિયા 12 લાખ તેમજ તે.૧૧ લાખ મળી કુલ ૨૩ લાખ ઉછીના લીધા હતા.દેવા સામે આ રકમ પેટે ચેક આરોપીએ ફરીયાદીને આપેલા હતાં.
આ ચેક બેંકમાં રજૂ કરાતા બેંકમાંથી રિટર્ન થયા હતા. ફરીયાદીએ આરોપીને માબાઈલ ફોન કરી ચેક પરત ફરવા વિશે જાણ કરી હતી. આરોપીએ ફોનમાં તમામ જવાબદારી સ્વિકારી છેલ્લે નફ્ફટ જવાબ આપ્યા હતા. આ કોલ રેકોર્ડિંગના પુરાવા કાયદાની કલમ-૬૫–બી હેઠળ કોર્ટમાં ૨જુ કરેલો હતો. ફરિયાદીએ આ અંગેનો કેસ દાખલ કરેલો હતો જે કેસ જજ પી.ડી. જેઠવાની ચીફ કોર્ટમાં ચાલી જતાં ફરીયાદી તેમજ તેમની માતાના વકીલ પી.બી.પંડયાની દલીલો સાથે સાંભળી ૧-૧ વર્ષ ની કારાવાસ ની સજા તેમજ ચેકની રકમકુલ રૂપિયા ૨૩ લાખ નું વળતર ફરીયાદી ચુકવી આપવા હુકમ કરેલો છે.