Proud of Gujarat
FeaturedGujaratINDIA

વાંકલ : ભારતીય વિદ્યા ભવન્સ જી.આઇ.પી.સી.એલ.એકેડેમી નાની નરોલી ખાતે ધો. 12 ના વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ યોજાયો.

Share

 વિદ્યા માટે કહેવાયું છે કે વિદ્યા એક એવું સાધન છે કે જેને ચોર ચોરી જઈ શકતો નથી, ભાઈએ ભાગ પડતા નથી કે રાજા (સરકાર) હરી શકતો નથી.

 ભારતીય વિદ્યા ભવન્સ જી.આઇ.પી.સી.એલ.એકેડેમીમાં આશીર્વચન કાર્યક્રમનું આયોજન શાળાના આચાર્ય વૈભવ અગ્રવાલના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું. ધોરણ 12 ના વિદ્યાર્થીઓ જેઓ આ વર્ષે શાળામાંથી વિદાય લેવાના હતા તેઓ પોતાની કારકિર્દી બનાવી આગળ વધી પોતાનું જીવન સારી રીતે જીવે તે માટે આર્શિવચન પાઠવ્યા હતા. કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે ત્રણ ધર્મગુરુઓ પંડિત વલ્લભ જોશી, ફાધર.ચાર્લ્સ અરૂલદાસ એસ.જે. અને તેમનાં સાથી પારિશ પ્રિસ્ટ ઝંખવાવ ગુજરાત ચર્ચના કેથોલિક પ્રિસ્ટ તથા મોલાના સઈદ રંગીલા તેમજ વિશેષ અતિથિ તરીકે હાજર રહ્યા હતા. જેમાં ત્રણેય ધર્મગુરુઓ દ્વારા પોતાના ધર્મગ્રંથો વેદો-પુરાણો, બાઇબલ, કુરાન જેવા ધર્મગ્રંથોમાં જે ગુરુ અને વિદ્યાનું મહત્વ બતાવવામાં આવ્યું છે. તે જણાવતા વિદ્યાર્થીઓને ઉજ્જવળ ભવિષ્યની અને કારકિર્દીમાં સફળતા મેળવવાના આશીર્વાદ આપ્યા હતા. વિદ્યાર્થીઓને હંમેશા હિતના સન્મુખ અને સાચા માર્ગ પર આગળ વધવા જણાવ્યું હતું. આચાર્ય દ્વારા પોતાના આશીર્વચન શબ્દોમાં વિદ્યાર્થીઓને ખૂબ જ આગળ વધવાની, સફળતાના માર્ગમાં ચાલતા રહેવાની અને હંમેશા સત્યનો માર્ગ અપનાવવાની શુભેચ્છાઓ આપવામાં આવી. આચાર્ય વૈભવ અગ્રવાલે પોતાના આશીર્વચન શબ્દોમાં વિદ્યાર્થીઓને પોતાનું બેસ્ટ આપવાની શુભેચ્છાઓ પાઠવી અને અંતમાં ધોરણ 12ના વિદ્યાર્થીઓએ માતા-પિતા અને શિક્ષકોના આશીર્વાદ લઈ કાર્યક્રમની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી.
 
વિનોદ મૈસુરિયા : વાંકલ

Advertisement

Share

Related posts

સુરતના સીમાડામાં કરિયાણાની દુકાનમાં ગેસ સિલીન્ડર બ્લાસ્ટ થતા દુકાનદાર સહિત ચાર દાઝયા

ProudOfGujarat

સત્તાધીશો ના ઈશારે શરૂ કરાયેલ ટોલટેક્સ માંથી ભરૂચ ના વાહનોને મુક્તિ આપવા માં આવે તેવી માંગ સાથે યૂથ કોંગ્રેસ અને સ્થાનિક લોકો એ જીલ્લા સમાહર્તા મેં આવેદન પત્ર પાઠવી રજૂઆત કરાઈ હતી..

ProudOfGujarat

રેલવે હવે બે નંબરી તત્વો માટે આશીર્વાદરૂપ : નામચીન બુટલેગર જીતુ ખત્રી હજારોનો મુદ્દામાલ સાથે ઝડપાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!