રાજ્ય સરકાર સામે સી.એન.જી પંપના સંચાલકો એ બાયો ચઢાવી છે, પંપના ધારાકો એ આજે 24 કલાક સુધી પોતાના પંપો બંધ પાડી સરકારની નીતિનો વિરોધ કર્યો છે, પંપના સંચાલકોએ જણાવ્યું હતું કે સરકારમાં કમિશન વધારા જેવી બાબતે અવારનવાર રજુઆત કરી છે, છતાં મામલે કોઈ નિરાકરણ આવતું જોવા મળી રહ્યું નથી, જેને પગલે આખરે સી.એન.જી પંપ બંધ પાડી વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે.
આજરોજ 24 કલાક માટે દક્ષિણ ગુજરાતમાં સી.એન.જી પંપના ધારકોએ પોતાનું પંપ બંધ રાખી હડતાળ પાડી હતી, જેમાં ગુજરાત ગેસના પણ 250 થી વધુ પંપ ધારકો એ હડતાળને સમર્થન કર્યું હોવાનું માલુમ પડ્યું છે.
સી.એન.જી પંપ ધારકોની હડતાળની જાણકારી મળતા જ ભરૂચમાં ગત મોડી સાંજથી જ સી.એન.જી ગેસ પુરાવવા માટે વાહનોની લાંબી લાંબી ક્તારો જામી હતી અને હડતાળને લઈ પોતાના વાહનમાં ગેસ ન ખૂટી પડે તે પ્રકારના આયોજન સાથે વાહન ચાલકો ઉમટી પડતા પંપ પાસે એક સમયે ભારે ટ્રાફિક જામની સ્થિતિ પણ સર્જાઈ હતી.