ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના નર્મદા કિનારે અસંખ્ય પૌરાણિક મંદિરો આવેલા છે જેનું સંચાલન સ્થાનિક ગ્રામજનો તથા સાધુ સંત સમાજના સહયોગથી કરવામાં આવે છે. ઝઘડિયા તાલુકાના અશા ગામના શ્રી રામજી મંદિર ના ઉતરાધિકારીની ચાદર વિધિ નો કાર્યક્રમ આજરોજ સંપન્ન થયો હતો. શ્રી સીતારામ તથા હનુમાનજી મહારાજની કૃપાથી રામજી મંદિર અશા ના મહામંડલેશ્વર શ્રીરામ સેવકદાસજી (શાસ્ત્રીજી) ની ચાદર વિધિ નું આયોજન મહંત મનમોહનદાસજી ગુરૂ રામ લક્ષ્મણદાસજી ગુમાનદેવ મંડળના અધ્યક્ષતામાં યોજાયું હતું, ઉપરાંત અલગ અલગ મંદિરોના સાધુ સંતો મહંતો આ ચાદર વિધિ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. સવારે ૧૦:૦૦ કલાકે ચાદર વિધિનો કાર્યક્રમ પૂર્ણ થયો હતો, ત્યારબાદ સાધુ સંતો તથા સ્થાનિક ભક્તો, શ્રદ્ધાળઓ માટે મહાપ્રસાદ નું આયોજન ૧૨:૦૦ કલાકે કરવામાં આવ્યું હતું.
ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ
Advertisement