નિયામક આયુષની કચેરી આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ ગાંધીનગર,જિલ્લા આયુર્વેદ અધિકારીની કચેરી જિલ્લા પંચાયત,વડોદરા, સરકારી આયુર્વેદ કોલેજ અને હોસ્પિટલ વડોદરા ઉપરાંત પારુલ ઇન્સ્ટિટયૂટ ઓફ આયુર્વેદા એન્ડ રિસર્ચ લીમડા, બરોડા હોમિયોપેથીક મેડિકલ કોલેજ વડોદરા,તાલુકા હેલ્થ ઓફિસ, આઈસીડીએસ વિભાગ, નગરપાલિકા પાદરા અને જિલ્લા વિકાસ અધિકારી ડો.રાજેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ સામાજિક અગ્રણીઓના સહયોગથી મનુસ્મૃતિ હોલ પાદરા ખાતે વડોદરા જિલ્લાનો ત્રીજો ભવ્ય આયુષ મેળો સફળતાપૂર્વક યોજાયો હતો.આ આયુષ મેળાનો અંદાજે ૧૧૦૪૭ લાભાર્થીઓએ લાભ લીધો હતો.
આ આયુષ મેળાનો પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલાએ પ્રારંભ કરાવ્યો હતો.આ પ્રસંગે જિલ્લા આયુર્વેદ શાખાના આકર્ષણ એવા આયુષ બ્રોશર, આયુષ અમૃત કુંભનું વિમોચન કરવા સાથે આયુષ ગ્રામ કીટનું ધારાસભ્યશ્રીના હસ્તે વિતરણ કરવામાં આવ્યુ હતું. મહેમાનો સહિત અનેક લોકોએ આયુષ સેલ્ફી પોઇન્ટ પર સેલ્ફી પડાવી સોશ્યલ મિડીયા પર મૂકી આયુષનુ પ્રમોશન કર્યું હતું.
આ મેળામાં આયુર્વેદ નિદાન સારવાર અને પંચકર્મના ૨૧૧,હોમિયોપેથીક નિદાન સારવાર ૧૩૬,
આર્સેનિક આલ્બ લાભાર્થીઓ ૯૫૦,ઉકાળા વિતરણ ૯૦૦,અગ્નિકર્મ ચિકિત્સા ૧૨,ડાયાબિટીસ તપાસ ૫૮, આયુષ ગ્રામ અને પ્રદર્શનનો ૯૦૦, શાળા આરોગ્ય તપાસ ૧૫૦૦,આંગણવાડી બાળકોની તપાસ ૪૮૦, યોગાસનના ૨૩૦૦, શાળા આયુષ અવેરનેસ અને આયુષ, જનજાગૃતિ ૩૦૦૦ ,પોષક વાનગી, મીલેટ્સ-પોષક આહાર ૬૦૦ સહિત ૧૧ હજારથી વધુ લાભાર્થીઓએ લાભ લીધો હતો.
આ પ્રસંગે તાલુકા પંચાયત પાદરાના પ્રમુખશ્રી શૈલેન્દ્રસિંહ વાઘેલા,જિલ્લા પંચાયત સદસ્યશ્રી નવીનભાઈ,જિલ્લા પંચાયત સદસ્ય શ્રી કાંતાબેન,જિલ્લા પંચાયત સદસ્ય શ્રી કૈલાશબેન,તાલુકા પંચાયત પાદરાના ઉપપ્રમુખ શ્રી ઉષાબેન,અગ્રણીશ્રી કૌશિકભાઈ પટેલ,નગરપાલિકા પાદરાના પ્રમુખશ્રી મયુરધ્વજસિંહ ઝાલા,કિસાન મોરચાનાશ્રી રમેશભાઈ વાઘેલા, શ્રી ગિરવતસિંહ, લઘુમતી મોરચાના સામાજિક કાર્યકરશ્રી સલીમભાઈ કુરેશી સહિત લાભાર્થીઓ ઉપસ્થિતિ રહ્યા હતા.
આ મેળાને સફળ બનાવવા માટે જિલ્લા આયુર્વેદ અધિકારી શ્રી ડો. સુધીરભાઈ જોશી તથા પાદરા તાલુકાના મેડિકલ ઓફિસરોની ટીમ દ્વારા મેળાના અગાઉના દિવસોમાં આંગણવાડી તથા શાળામાં સઘન આરોગ્ય તપાસ આરોગ્ય જાગૃતિ તથા પ્રચાર પ્રસારની સધન કામગીરી કરવામાં આવી હતી.મેળામાં યોગ નિદર્શન અને વિશેષ એડવાન્સ યોગાનું પર્ફોમન્સ પણ કરવામાં આવ્યું હતું.