ભરૂચ જિલ્લામાં બે નંબરી તત્વોથી લઈ હવાલા કાંડ સુધીના અનેક તાર ભૂતકાળમાં વિદેશો સુધી જોડાઈ ચુક્યા છે, તેવામાં વધુ એકવાર હવાલા કાંડના નાણાં સાથે એક વ્યક્તિ ઝડપાઈ જતા હવાલા કૌભાંડ મામલે ફરી ભરૂચ જિલ્લો ચર્ચામાં આવ્યો છે, જેમાં ભરૂચ એસ. ઓ. જી પોલીસ દ્વારા 50,5000 ની હવાલાની રોકડ સાથે એક ઈસમને ઝડપી પાડી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરતા હવાલા કૌભાંડને અંજામ આપતા તત્વોમાં ભારે ફફડાટ છવાઈ ગયો છે.
ભરૂચ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપને મળેલ બાતમીના આધારે પાંચબત્તી સર્કલ વિસ્તારમાં વોચ ગોઠવી હતી દરમિયાન એમીયો ગાડી લઈ પસાર થતા મહંમદ શકીલ હાફિજ સિરાજ પટેલ નાઓને રોકી તલાશી લેતા તેની પાસેથી 50,50000 ની હવાલા મારફતે આવેલ રોકડ રકમ મળી આવી હતી, જે બાદ પોલીસ દ્વારા તેની ધરપકડ કરી મામલે વધુ તપાસ હાથધરી હતી.
પોલીસની પૂછપરછમાં તેણે આ નાણાં દુબઈ તેનો ભાઈ સફીક દ્વારા સાઉથ આફ્રિકામાં રહેતા રિઝવાન નામના વ્યક્તિ મારફતે અંકલેશ્વરના વિષ્ણુ કાંતિ આંગડિયામાં મોક્લાવેલ હોય અને આ અગાઉ પણ તેણે કેટલીય વાર હવાલો મોક્લાવેલ હોવાનું જણાઈ આવતા પોલીસે તેની ધરપકડ કરી તેની પાસેથી રોકડ રકમ, ગાડી, મોબાઈલ સહિત 55,30,000 નો મુદામાલ કબ્જે કરી મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરતા ભારે ખળભળાત મચ્યો છે.