ઉમરપાડાના આંતરિયાળ વિસ્તારમાં ખેતી કરતાં આદિવાસી ખેડૂતોને જૈવિક ખેતી, ટપક સિંચાઇ પધ્ધતિ, જીવાત નિયંત્રણ જેવા ખેતી અંગેના વિવિધ મુદ્દાઓને આવરી લઈને એક જાગૃતિ શિબિર સુરત જીલ્લાના ઉમરપાડા તાલુકાના ચોખવાળા ગામ ખાતે યોજાઈ હતી. અદાણી ફાઉન્ડેશન, હજીરા દ્વારા આયોજિત આ ખેડૂત જાગૃતિ કાર્યક્રમમાં નવસારી યુનીવર્સીટી અંતર્ગત ચાલતા ચાલતા કૃષિ વિજ્ઞાન કેન્દ્ર સુરતના કૃષિ વૈજ્ઞાનિક જીજીઆરસી અને અન્ય નિષ્ણાંત વક્તાઓએ ખેતી વિષયક માર્ગદર્શન પૂરું પાડ્યું હતું .અને ખેડૂતોના પ્રશ્નોના ઉત્તર આપ્યા હતા.
ખેડૂત જાગૃતિ અંગેના આ કાર્યક્રમમાં ઉમરપાડાના ચોખવાડા ગામના ખેડૂતોએ હાજર રહીને માર્ગદર્શન મેળવ્યું હતું. કાર્યક્રમમાં નવસારી યુનીવર્સીટી અંતર્ગત ચાલતા કૃષિ વિજ્ઞાન કેન્દ્ર સુરતના વરિષ્ઠ વૈજ્ઞાનિક ડો.જનકભાઈ રાઠોડ, સુનીલભાઈ ત્રિવેદી ભરતભાઈ અને જીજીઆરસી વડોદરાના સંદીપ પંચાલ દ્વારા ગાય આધારિત પ્રાકુતિક ખેતી, ખેતીમાં આવતી વિવિધ જીવાત નિયંત્રણ, ઉમરપાડા તાલુકામાંથતા ડાંગર મગ, તલ, મગફળી અને શેરડીમાં ખર્ચ ઘટાડી ઉત્પાદન કઈ રીતે વધારી શકાય તેની વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી.
ખેડૂત જાગૃતતા કાર્યક્રમમાં ચોખવાડા ગામના સરપંચ, સભ્ય સહીત ખેડૂત અને પશુપાલક ભાઈઓ અને બહેનો હાજર રહ્યા હતા હાજર સૌ ખેડૂતોને નવસારી કૃષિ યુનીવર્સીટીના કેવીકે સુરત દ્વારા સેન્દ્રીય પ્રવાહી પોષક તત્વો થી ભરપુર નોવેલ નામની દવાની બોટલનું વિતરણ કરવામાં આવ્યું હતું.
વિનોદ મૈસુરિયા : વાંકલ