ભરૂચમાં નાસતા ફરતા આરોપીઓને પકડવા માટેની સૂચના અનુસંધાને પેરોલ ફર્લો સ્કોડ ભરૂચની ટીમના માણસો પેટ્રોલીંગમાં હતા તે દરમિયાન મળેલ બાતમીના આધારે ભરૂચ સબજેલ ખાતે આરોપી તરીકે સજા ભોગવતા નિતેશભાઇ ઉર્ફે કાળિયો કલ્યાણભાઈ સોલંકીને કોર્ટના હુકમથી તા.5/2/2022 ના રોજ વચગાળાના જમીન પર મુકત કરવામાં આવેલ જે આરોપીને તા.7/2/2022 ના રોજ ભરૂચ સબજેલ ખાતે હાજર થવાનું હોય જે હાજર ન થતાં ફરાર થઈ ગયેલ જે આરોપી તા.3/2/2023 નારોજ દામનગર સિમ વિસ્તાર તા.લાઠી જી.અમરેલી ખાતેથી ઝડપી પાડવામાં આવ્યો છે. ત્યારબાદ તેને કોરોના ટેસ્ટ માટે મોકલવામાં આવ્યો હતો સાથે જ આગળની કાર્યવાહી કરવા ભરૂચ શહેર સી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે આરોપીને સોંપવામાં આવ્યો છે.
Advertisement