Proud of Gujarat
FeaturedGujaratINDIA

જંબુસર : ટંકારી બંદર ગામ પાસે કારે બાઈકને ટક્કર મારતાં એક વ્યક્તિનું મોત.

Share

જંબુસર તાલુકાનાં બારા વિભાગમાં આવેલ આસનવડ ગામે નવી નગરીમાં રહેતાં પઢિયાર જયંતીભાઇ સુરસંગભાઈ ટંકારી બંદર ગામના સરપંચને ત્યાંથી લગ્ન પ્રસંગનું આમંત્રણ હોય જેથી તેઓ બાઈક પર ટંકારી બંદર ગામે જવા નીકળ્યા હતા. દરમિયાનમાં સિંઘરણા અને આસનવડ ગામે જવાના વળાંક પર તેમના પરિચિત સિંઘરણા ગામના રમણ બુધા રાઠોડ મળતા તેમને પણ ટંકારી બંદર ગામે તે જ લગ્નમાં જવાનું હોવાનું કહેતાં બંનેવ બાઈક પર ટંકારી બંદર ગામે જવા નીકળ્યા હતા. દરમિયાન ટંકારી બંદર ગામ પાસે જ એક કાર ચાલકે ફુલ લાઇટ કરી તેમની સામે પૂર ઝડપે ધસી આવી તેમને ટક્કર મારતાં બંને રોડ પર ફંગોળાઈ ગયા હતાં. જેમાં પાછળ બેઠેલા રમણભાઈ બુધાભાઈ રાઠોડને માથામાં ગંભીર ઇજાઓ થતા તેમનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. જયારે જયંતી પઢિયારને ઈજાઓ થઈ હતી.આ ઘટનાને પગલે આસપાસના લોકો દોડી આવ્યા હતા. સારવાર માટે નજીકના આરોગ્ય કેન્દ્રમાં ખસેડવામાં આવ્યા હતાં. બનાવ અંગે જંબુસર પોલીસે અકસ્માત મોત અંગેનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.રમણભાઈ રાઠોડનું મોત થતાં નાનકડા સિંઘરણા ગામે શોકનું મોજું ફરી વળ્યું હતું.

Advertisement

Share

Related posts

ભરૂચ નગરપાલિકાનાં પ્રમુખનાં વોર્ડ નં.7 માં ગટરોની યોગ્ય સાફસફાઇ ન થતાં દાંડિયાબજાર ધોળીકુઇ વિસ્તારમાં વરસાદી પાણીનો ભરાવો.

ProudOfGujarat

હાંસોટ નર્મદેશ્વર મહાદેવ મંદિર ખાતે છ દિવસીય શિવ કથા શિવ પુરાણ જ્ઞાન યજ્ઞ દરમિયાન વિવિધ ધાર્મિક કાર્યક્રમો નું આયોજન કરવામાં આવ્યું.

ProudOfGujarat

પાલેજ કુમારશાળામાં ૧૫૦મી ગાંધી જન્મજયંતિની ઉજવણી પ્લાસ્ટિક ઉપયોગ નહીં કરવાના શપથ સાથે કરાઈ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!