નડિયાદના ડુમરાલ બજારના લખાવાડમાં રહેતા મોહિત પટેલ આણંદની ખાનગી કંપનીમાં નોકરી કરે છે.બુધવારે સવારે પત્ની પિયરમાં ગયા હતા અને તે જ દિવસે સાંજે મોહિત ઘરને તાળું મારી સાસરીમાં ગયા હતા. દરમિયાન ગુરૂવાર સવારે પડોશીએ મોહિતને ફોન કરી ઘરના દરવાજાનો નકુચો તૂટેલો હોવાનુ જણાવતા મોહિત નડિયાદ ઘરે આવ્યા હતા.ઘરે આવીને જોયું તો ઘરના મુખ્ય દરવાજાનો નકુચો તુટેલી હતો તેમજ ઘરની અંદર તપાસ કરતા ફ્રીજ પર ડબ્બામાં મૂકેલ રોકડ રૂ. ૧૦ હજાર અને સાસરીમાંથી મળેલ સોનાની ચેન પેન્ડલ, સોનાનો જેટ, સોનાની વીંટી અને ૪૦ હજાર રોકડ કુલ મળી રૂ ૧.૬૫ લાખની મત્તાની ચોરી થઇ હતી અને આસપાસમાં લખાવાડ નજીકના અન્ય બે મકાનમાં પણ ચોરી થઇ હોવાનું જાણવા મળ્યુ હતુ અને રાતના ત્રણેક વાગ્યાના અરસામાં ત્રણ અજાણ્યા ઇસમો બાઇક પર આવ્યો હોવાનું જાણવા મળ્યુ હતુ. આ અંગે નડિયાદ ટાઉન પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
નરેશ ગનવાણી : નડિયાદ