Proud of Gujarat
FeaturedGujaratINDIA

માંગરોળ : નાની નરોલી ગામે નવ વર્ષની બાળકી સાથે અડપલા કરનાર આરોપીને કોર્ટે સાત વર્ષની સખત કેદની સજા ફટકારી

Share

માંગરોળ તાલુકાના નાની નરોલી ગામે વર્ષ 2019 માં નવ વર્ષની બાળકી સાથે અડપલા કરનાર આરોપીને કોર્ટે સાત વર્ષની સખત કેદ અને ₹10,000 નો દંડ ફટકાર્યો છે.

નાની નરોલી ગામના પોલીસ ગેટ ફળિયામાં રહેતો નાનુભાઈ કેશવભાઈ પરમાર નામના ઇસમે વર્ષ 17/11/2019 ના રોજ પોતાના ઘરે હતો ત્યારે એક નવ વર્ષની બાળકીને તેણે તમાકુ લેવા માટે દુકાને મોકલી હતી અને તમાકુ લઈને પરત આવેલી બાળકીને ઘરમાં રસોડાના ભાગે લઈ જઈ સાથે બેસાડી શારીરિક છેડછાડ અડપલા કર્યા હતા ત્યારબાદ બાળકી એ આ બાબતે પોતાની માતાને કહેતા કે ચોકી ઉઠી હતી અને માતા દ્વારા માંગરોળ પોલીસ મથકમાં નાનુભાઈ કેશવભાઈ પરમાર વિરુદ્ધ ફરિયાદ આપતા પોલીસે બાળકોના રક્ષણ બાબતના અધિનિયમ હેઠળ પોકસો એક્ટ હેઠળ આરોપી વિરુદ્ધ ગુનો નોંધી ધરપકડ કરી આરોપીને કસ્ટડીમાં મોકલી આપ્યું હતું ત્યારબાદ માંગરોળ પોલીસ દ્વારા આરોપી વિરુદ્ધ ચાર્જશીટ કરવામાં આવી હતી સદર કેસ સેસન કોર્ટ સ્પેશિયલ કોર્ટ પોકસો માં ચાલી જતા ત્રણ વર્ષ બાદ આરોપીને કોર્ટે સાત માસની સખત કેદ અને રૂપિયા 10,000 નો દંડ ફટકાર્યો છે.

Advertisement

વિનોદ મૈસુરિયા : વાંકલ


Share

Related posts

લીંબડી : ગત રાત્રે તળાવમાં છલાંગ લગાવી એક યુવાને ઝંપ લાવ્યું હતું.

ProudOfGujarat

ભરૂચ : રામપુરી ચપ્પુ કે છરો લઈને ફરવા નીકળા તો સમજો જેલના સળિયા પાછળ ગયા, ક્રાઇમ બ્રાંચે બે ઇસમોને ઝડપી પાડયા..!

ProudOfGujarat

અંકલેશ્વર- સ્ટેશન વિસ્તાર નજીક ગટરના ગંદા પાણી ભરાતા ગણેશ ભક્તો અને સ્થાનિકોમાં નારાજગી જોવા મળી, અંકલેશ્વર નગરપાલિકા ચીફ ઓફિસર ને સ્થાનિકો દ્વારા રજૂઆત કરવામાં આવી..

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!