ભારતમાં સૌથી ઝડપથી વિકસતા ફંડ હાઉસમાંના એક મિરે એસેટ મ્યુચ્યુઅલ ફંડે મિરે એસેટ ફ્લેક્સી કેપ ફંડ લોન્ચ કરવાની જાહેરાત કરી છે. ફંડ માટેની એનએફઓ 3 ફેબ્રુઆરી, 2023ના રોજ સબસ્ક્રિપ્શન માટે ખુલશે અને 17 ફેબ્રુઆરી, 2023ના રોજ બંધ થશે. ફંડનું સંચાલન ફંડ મેનેજર શ્રી વૃજેશ કસેરા દ્વારા કરવામાં આવશે. ફંડમાં લઘુત્તમ પ્રારંભિક રોકાણ રૂ. 5,000 અને ત્યારબાદ રૂ. 1ના ગુણાંકમાં કરી શકાશે. મિરે એસેટ ફ્લેક્સી કેપ ફંડને નિફ્ટી50 ટીઆરઆઈ સામે બેન્ચમાર્ક કરવામાં આવશે.
ફ્લેક્સી કેપ ફંડ લાર્જ કેપ, મિડ કેપ અને સ્મોલ કેપ એમ તમામ માર્કેટ કેપિટલાઇઝેશનમાં રોકાણ કરશે, આમ રોકાણકારોને તમામ ક્ષેત્રોમાં થતી વૃદ્ધિનો લાભ લેવામાં મદદ કરવા માટે વિશાળ રોકાણની ક્ષિતિજ ઓફર કરે છે.
આ ફંડ તમને તમારી રોકાણ યાત્રામાં કેવી રીતે મદદ કરી શકે છે?
• લાર્જ કેપ, મિડ કેપ અને સ્મોલ કેપ સેગમેન્ટમાં – માર્કેટ-કેપ મર્યાદા વિના વ્યાપક રોકાણ કરી શકાય તેવો વ્યાપ
• મૂલ્યવાન અને વૃદ્ધિ કરતા શેરોનું મિશ્રણ
• ભારતની વિકાસની ગાથા સ્થિર બની રહી છે
• વિચારો, ક્ષેત્રો, કેપિટલાઈઝેશન અને જોખમોનું વૈવિધ્યકરણ
મિરે એસેટ ફ્લેક્સી કેપ ફંડ એવા રોકાણકારો માટે આદર્શ છે જેઓ પાંચ વર્ષ કે તેથી વધુના લાંબા ગાળા માટે રોકાણ કરવા માગે છે, એવા રોકાણકારો જેઓ મુખ્ય પોર્ટફોલિયો બનાવવાની પ્રક્રિયામાં છે અને નવા રોકાણકારો જેઓ એક જ ફંડનો ઉપયોગ કરીને લાર્જ કેપ, મિડકેપ અને સ્મોલ કેપ શેરો દ્વારા માર્કેટ કેપમાં રોકાણ કરવા માગે છે.
મિરે એસેટ ઈન્વેસ્ટમેન્ટ મેનેજર્સ (ઈન્ડિયા) પ્રા. લિમિટેડના ફંડ મેનેજર વૃજેશ કસેરાએ જણાવ્યું હતું કે “ભારતની વિકાસની ગાથા હજી પણ ખૂબ જ સ્થિર છે અને રોકાણકારો ભારતીય અર્થતંત્રના વિકાસમાં અને આ વૃદ્ધિમાં ફાળો આપતા તેના વિવિધ ક્ષેત્રોમાં ભાગ લેવાનો લાભ અનુભવી શકે છે. અમારી બોટમ અપ સ્ટોક સિલેક્શન પ્રક્રિયા દ્વારા, અમે વૃદ્ધિની સંભાવના ધરાવતી કંપનીઓમાં રોકાણ કરીશું, જેને અમે તેની યોગ્યતા પર લાંબા ગાળા માટે રાખી શકીએ છીએ અને અમે માનીએ છીએ કે આવી તકો સમગ્ર માર્કેટ કેપમાં ઉપલબ્ધ છે. આ શેરો વિવિધ ક્ષેત્રોમાંથી પસંદ કરવામાં આવ્યા છે જેમાં આગામી વર્ષોમાં નોંધપાત્ર વૃદ્ધિ થઈ શકે છે.
મિરે એસેટ ઈન્વેસ્ટમેન્ટ મેનેજર્સ (ઈન્ડિયા) પ્રા. લિમિટેડના સીઈઓ સ્વરૂપ મોહંતીએ જણાવ્યું હતું કે, “મિરે એસેટ મ્યુચ્યુઅલ ફંડ રોકાણકારોની જોખમ સહન કરવાની ક્ષમતા તેમજ મૂડી બજારના દૃષ્ટિકોણના આધારે લાંબા ગાળાના ધોરણે રોકાણ ઉકેલ લાવવા પર ધ્યાન કેન્દ્રિત કરવાનું જાળવી રાખે છે. મિરે એસેટ ફ્લેક્સી કેપ ફંડ એવા સમયે ઓફર કરવામાં આવી રહ્યું છે જ્યારે ભારતની બૃહદ-આર્થિક સ્થિતી મજબૂત છે અને ઘણા સેગમેન્ટમાં મૂડી ખર્ચનું ચક્ર નોંધપાત્ર વૃદ્ધિની સાક્ષી બનવા માટે તૈયાર છે.
“અમારા પ્રોડક્ટ સ્યુટનો ઉદ્દેશ્ય રોકાણકારોના રિસ્ક રિવોર્ડ પરિબળને ધ્યાનમાં લેતી વખતે બજારની સ્થિતિને પ્રતિબિંબિત કરવાનો છે અને અમે માનીએ છીએ કે મિરે એસેટ ફ્લેક્સી કેપ ફંડ લાંબા ગાળાના ધોરણે રોકાણકારોના પોર્ટફોલિયોનો અભિન્ન ભાગ બની શકે છે,” એમ શ્રી મોહંતીએ ઉમેર્યું હતું.
એનએફઓ ડાયરેક્ટ અને રેગ્યુલર બંને પ્લાન ઓફર કરે છે.
સુચિત્રા આયરે