થાનગઢ નગર માં નાળા ને કારણે નહિ પણ રેલ્વે ઓવર બ્રીજ ને કારણે રેલ્વે ક્રોસિંગ ફાટક બંધ કરી દીધું અને ધોળેશ્વર ફાટક પાસે મોટા વાહનો માટે રેલ્વે ક્રોસિંગની સરકાર અને નગર પાલિકા દ્વારા કરવામાં આવેલા પરંતુ તરણેતર રોડ પરથી જૂના ગામમાં પ્રજા માટે કોઈ ક્રોસિંગ ફાટક પાસેથી પગદંડી કે પબ્લિક ચાલી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવેલ નથી જેના કારણે પ્રજા હાડમારી ભોગવવી પડે છે સમસ્ત થાનગઢ નગર માં તરણેતર રોડ પર ગામ ની તમામ લોકો નું સ્મશાન ગૃહ આવેલ છે જેની પણ ક્રોસિંગ ફાટક પાસે વ્યવસ્થા નથી પર્યાવરણ ના તમામ નિયમો ને નેવે મૂકી દીધા છે અને ગામમાં રેલ્વે ઓવર બ્રીજ નું કામ થાય છે જેને તંત્ર દ્વારા વહેલી તકે તપાસ કરી અને થાનગઢ નગર ની હાલતમાં સુધારો થાય તેમ કરવા અમારી અને થાનગઢ નગર જનોની લાગણી અને માંગણી છે.
કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર
Advertisement