Proud of Gujarat
FeaturedGujaratINDIA

નડિયાદ સંતરામ મંદિરમાં તા. ૫ મીએ દિવ્ય સાકર વર્ષા યોજાશે.

Share

નડિયાદ સંતરામ મંદિરમાં તા. ૫ મીએ  પૂનમના દિવસે યોજાનાર યોગીરાજ અવધૂત સંતરામ મહારાજનો ૧૯૨ મો સમાધિ મહોત્સવ નિમિત્તે દિવ્ય, ભવ્ય સાકર વર્ષા યોજાશે. જેને લઇને મંદિરમાં તડામાર તૈયારીઓ ચાલી રહી છે. મહાપૂર્ણિમાના દિને સંધ્યાકાળે મંદિરમાં મહાઆરતી થયા બાદ ૧૫૦૦ કિલો સાકર અને ૫૦૦ કિલો કોપરૂ ઉછાળવા (વર્ષા) કરવામાં આવશે. મહોત્સવ નિમિત્તે યોજાનાર ધાર્મિક મેળાને લઈને તા. ૩ શુક્રવાર થી તા. ૭ મી મંગળવાર સુધી મંદિર તરફ જવાના મુખ્ય માર્ગ પરથી વાહન અવરજવર ઉપર પ્રતિબંધ અંગે જાહેરનામુ પ્રસિદ્ધ ઇન્ચાર્જ અધિક કલેકટર દ્વારા કરવામાં આવ્યું છે.

નડિયાદ સંતરામ મંદિરમાં સંતરામ મહારાજના ૧૯૨ મો સમાધિ મહોત્સવ મંદિરના મહંત પૂ.રામદાસજી મહારાજના સાંનિધ્યમાં યોજાશે. તા. ૫ મીએ મહાપૂર્તિમાના દિવસે સાંજે ૬ કલાકે મંદિર માં દિવ્ય મહાઆરતી અને સાકરવર્ષા થશે. મહાઆરતી બાદ પૂ.રામદાસજી મહારાજ દ્વારા સૌ પ્રથમ સાકર વર્ષા કર્યા બાદ શાખા મંદિરના સંતો તથા અન્ય સંતો તથા સ્વયં સેવકો દ્વારા મંદિરમાં ઠેર ઠેર બનાવેલા પ્લેટફોમ પરથી સાકરવર્ષા કરવામાં આવશે. ૧૫૦૦ કિલો સાકર સાથે ૪૦૦ કિલો કોપરૂ વર્ષા કરવામાં આવશે. આ પ્રસંગે ભજન સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. તેમજ આ મહોત્સવ અંતર્ગત દિવસીય ભવ્ય ધાર્મિક લોકમેળો ભરાશે. નગરના સંતરામ મંદિરના ચોગાન, ઇકોવાલા ગ્રાઉન્ડ, ચૈતક ગ્રાઉન્ડમાં નાનામોટા ચગડોળ, ટોરોરા સહિત અન્ય મનોરજન અંગેના સાધનો, ધરવખરી, ખાણીપીણીના સ્ટોલ, હાટડીઓ તેમજ દરેક ચીજ વસ્તુઓના ૨૦૦ થી વધુ નાના મોટા સ્ટોલ છે. આ મેળાનો શુક્રવારથી પ્રારંભ થઇ જશે. જેને લઇને સતરામ મંદિર વિસ્તારના રોડ ઉપર તા. ૩ થી ૭ મી સુધી વાહનોની અવરજવર માટે પ્રતિબંધ મુકવામાં આવેલ છે. તેમજ ધાર્મિક મેળાને લઈને કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે અને કોઇ અનિચ્છનિય બનાવ ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવનાર છે.

Advertisement

નરેશ ગનવાણી : નડિયાદ


Share

Related posts

ગોધરા શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલ મુખ્ય માર્ગમાં પડી ગયેલા મસમોટા ખાડા અને રોડની કામગીરી ન કરાતા સ્થાનિક લોકો દ્વારા ભૂખ હડતાળ જાણો કેમ…

ProudOfGujarat

સુરેન્દ્રનગર : લખતર જુગતરામ દવે પેસેન્ટર શાળામાં ક્લસ્ટર કક્ષાનો કલા મહોત્સવ યોજાયો.

ProudOfGujarat

કોરોનાનાં માહોલમાં મોરવા હડફ કોલેજની અનોખી પહેલ વિદ્યાર્થીઓને ઓનલાઈન માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!